________________
પરમાભાઈ ! તું જાણે છે. પણ છે. ભૂકવરૂપ *
સ્વભાવથી શરીર જ ભિન્ન છે, તેથી તે મારું કેમ થઈ શકે ? તેમ વિચારીને દેહનું મમત્વ ત્યજીને આત્મભાવનાને દેઢ કરવી.
વિશ્વમાં અનંતા-અનંત પુદ્ગલો છે. તે દરેક પુદ્ગલ પરમાણુઓને જીવે જન્મથી સ્પર્શેલા છે. એ સઘળા પરમાણુઓ આકાશમાં ઘૂમ્યા કરે છે, અને નિર્લેપ એવા આકાશમાં એ પરમાણુઓ રંગ, રૂપ, વર્ણ અને સ્પર્શના અનેક પ્રકારોથી વીખરાય છે, જોડાય છે, છતાં સર્વે જડ છે. તેમની એ નિરંતર ચાલતી ક્રિયા પાછળ પેલું ચૈતન્ય રહેલું છે. તે તેનાથી ભિન્ન આનંદસ્વરૂપ છે. એનો અનુભવ યોગીઓ કરે છે. પરંતુ અબોધ જીવ તેનો સ્પર્શ પણ પામતો નથી, કારણ કે આનંદસ્વરૂપ તત્ત્વને ઇન્દ્રિયો, મન કે વાણી સ્પર્શી શકતાં જ નથી. તેથી મૂઢ જીવ આત્માનું અસ્તિત્વ સ્વીકારી શકતો નથી.
પરંતુ જો તેનો આ દર્શન-મોહ દૂર થાય, તેની દૃષ્ટિમાંથી મોહનો વિકાર શમે તો આ ચૈતન્યનો આનંદસ્વરૂપે અનુભવ થાય. પરમાણુના પુજના દેહને ચૈતન્યસ્વરૂપ આત્મા માનીને જીવ ભ્રમણા સેવે છે. ભાઈ ! તું ચીકણા લૂખા પદાર્થોને સ્પર્શ કરીને જાણે છે. આહારાદિને સ્વાદ વડે જાણે છે. પુષ્પને સુવાસથી જાણે છે. રૂપને ચક્ષુથી જાણે છે. શબ્દને શ્રવણથી જાણે છે. ભૂતકાળનાં કાર્યોનું સ્મરણ કરે છે. તે સર્વને જાણનારાં તત્ત્વોનો તું જ્ઞાનસ્વરૂપે સ્વીકાર કરી લે તો તને તું આત્મા જ છે તેવો નિર્ણય થશે.
गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गेनाऽविशेषयन् ।
आत्मानं धारयेनित्यं, केवलज्ञप्तिविग्रहम् ॥७०॥ હું ગોરો કુશ ધૂલના, એ સૌ છે તેનભાવ, એમ ગણો, ધરો સદા આત્મા જ્ઞાનસ્વભાવ. ૭૦
અર્થ : ગોરો, જાડો કે કુશ તે હું છું તેવું જીવો માને છે. પરંતુ જ્ઞાનીએ આત્માને કેવળજ્ઞાનસ્વરૂપ ધારણ કરવો.
દેહ બાહ્ય દેખાવે ગોરો, જાડો કે કૃશ હોય તે હું છું તેમ ન માનવું. પરંતુ આત્માને પૂર્ણ કેવળજ્ઞાનસ્વરૂપ ધારણ કરવો. નિરંતર એવી ભાવના ભાવવાથી પ્રથમ જીવ ભેદજ્ઞાન પામે છે. તે ભેદજ્ઞાન
સમાધિશતક
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org