________________
વડે રાગદ્વેષ ક્ષીણ થાય છે, ત્યારે આત્મા શુદ્ધરૂપે સ્વયં પ્રગટ થાય છે.
સામાન્યપણે સંસારી જીવ શરીર દર્પણ સામે રાખીને માન્યતા કરે છે કે હું ગોરો છું, જાડો છું કે કૃશ છું. પરંતુ દર્પણમાં આત્મા તો દેખાતો નથી તો પછી કોણ ગોરો કે જાડો છે ? તું જેના વડે જાણે છે ગોરો, જાડો વગેરે તે કોણ છે ? જે જાણનાર છે તે આત્મા છે. એ આત્મા પરને બદલે પોતાના લક્ષણને જાણે તો તેને સ્વરૂપજ્ઞાન થાય. પરંતુ આત્માના સઘળા જ્ઞાનને તું પરમાં પૂરી દે છે તેથી તે જ્ઞાન વિપરીત કે અજ્ઞાનપણે પ્રગટ થાય છે.
જ્યાં જ્યાં વર્ણ, સ્પર્શ, ગંધ અને રસના પ્રકારો છે, તેમાં ચૈતન્ય કેવી રીતે હોઈ શકે ? અને જ્યાં જ્ઞાનાદિ ગુણ છે તેમાં શરીર કેવી રીતે હોઈ શકે ? એક ક્ષેત્રમાં બંનેનો સંયોગ છે. પરંતુ બંને લક્ષણથી ભિન્ન સ્પષ્ટપણે જણાય છે.
પિત્તળ ઉપર સોનાનો ઢોળ ચઢાવ્યો હોય તો તે વાસણ સોનાનું લાગે, પરંતુ કસોટી કરતાં તે પિત્તળ છે તેમ જણાય ત્યારે તેનું મૂલ્ય તુચ્છ થઈ જાય છે. તેમ સદ્દગુરુયોગે તને જણાય કે આ દેહમાં રહેલો હું તો ચૈતન્યતત્ત્વ છું, પૂર્ણજ્ઞાનસ્વરૂપ છું ત્યારે દેહભાન છૂટીને જીવ સ્વસ્વરૂપને આરાધે છે. તેને તેનું માહાલ્ય સમજાય છે. ક્ષણે ક્ષણે વિણસતો તેવો દેહ, પ્રાણ નીકળી ગયા પછી માટી થવા સર્જાયેલો આ દેહ, ક્યારે કેટલા રોગ તેમાં થાય તેની ખબર નથી. તેવા દેહના દેખાવમાં રોકાઈ જવાથી કંઈ લાભ નથી.
હવે સદ્દગુરુનો યોગ મળ્યો. તેમણે પ્રગટ લક્ષણવાળો આત્મા તને બતાવ્યો. દેહનો આત્યંતિક નાશ થાય તોપણ આત્મા સિદ્ધપણે રહેવાનો છે. ત્યારે અનંત ગુણોની કાયા એ જ સિદ્ધનો દેહ છે. એક વાર આત્માને ચૈતન્યસ્વરૂપે માનવાથી દેહનું મમત્વ છૂટી જાય છે અને આત્માનું સાચું ભાન થાય છે. માટે પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન કરવું.
અરે આ માનવદેહની પર્યાયનું પળેપળનું મૂલ્ય સમજી લેજે.
૧૮૦
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only