________________
એક શુદ્ધ પળ અનંત કર્મોને નષ્ટ કરવાની તાકાત ધરાવે છે. તેવી અમૂલ્ય પળો વ્યર્થ ગુમાવતો નહિ. નિરંતર એક જ ધૂન લગાવ, બોલવું પણ એ જ, ગાવું પણ એ જ “હું કેવળજ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ સચ્ચિદાનંદ છું.” હૃદયથી, ભાવથી, ત્રિવિધયોગથી કેવળ આત્માને જ ભજું. કેવળજ્ઞાનનો જ મહિમા કરું.
मुक्तिरेकान्तिकी तस्य, चित्ते यस्याऽचलाधृतिः। तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥७१॥ જો નિશ્ચળ ધૃતિ ચિત્તમાં, મુક્તિ નિયમથી હોય; ચિત્તે નહિ નિશ્ચળ ધૃતિ, મુક્તિ નિયમથી નો'ય. ૭૧
અર્થ : જેના ચિત્તમાં અચલ ધૃતિ છે તેની એકાંતે મુક્તિ છે, જેના ચિત્તમાં અચલ ધૃતિ નથી તેની એકાંતે મુક્તિ નથી. - ધૃત્તિ : ધારણાઃ જેને જે વસ્તુ ઈષ્ટ જણાય છે તેની તેને
ધારણા રહે છે. વારંવાર તે વસ્તુ તેને આકર્ષણ પેદા કરે છે. અંતરાત્માના ચિત્તમાં દઢપણે આત્મસ્વરૂપની ધારણા છે તેથી તેની એકાંતે અવશ્ય મુક્તિ છે. '
ધારણા એ મતિજ્ઞાનનો સંશયરહિત ચોથો ભેદ છે. ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય વિષય પ્રથમ તો અવ્યક્તપણે ઉપયોગમાં આવે છે. પછી તે શું છે તેની જિજ્ઞાસા પ્રગટે છે. અને તે પદાર્થના લક્ષણથી નિર્ણય થાય છે કે આ આકૃતિ ગાયની છે. ત્યાર પછી જ્યારે
જ્યારે ગાય જોવામાં આવે ત્યારે ધારણા થઈ હોવાથી ત્યાં સંશય પેદા થતો નથી કે તે ગાય છે કે બળદ ? તેમ જેણે શુદ્ધ ઉપયોગ વડે આત્મસ્વરૂપને દઢપણે જાણ્યું છે તેવા સાધકને આત્મસ્વરૂપની ધારણા ટકી રહે છે, આત્મભ્રાંતિ કે વિસ્મૃતિ થતી નથી. તેથી તેની અવશ્ય મુક્તિ થાય છે.
અષ્ટાંગયોગમાં ધારણા છઠું અંગ છે. ત્યાર પછી જીવને સહજ ધ્યાનદશા હોય છે. (૧) યમ દ્વારા જીવ વ્રતમાં આવે છે. (૨) નિયમ દ્વારા દઢતા કરે છે. (૩) આસન દ્વારા કાયાની સ્થિરતા કેળવે છે. (૪) પ્રાણાયામ દ્વારા શ્વાસના અવલંબનથી મનની સ્થિરતા
સમાધિશતક
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org