________________
કરે છે. (૫) પ્રત્યાહાર દ્વારા સર્વ ઇન્દ્રિયોને વિષયથી પાછી વાળે છે. (૬) આવી સ્થિતિએ પહોંચ્યા પછી સાધક સ્વરૂપની ધારણામાં દેઢ થાય છે. (૭) ત્યાર પછી સહજ ધ્યાન-અવસ્થાને પામી સમાધિયોગમાં જાય છે.
વાસ્તવમાં આવી શુદ્ધ ધૃતિ આરંભી જીવોને હોતી નથી. ત્યાગ-વૈરાગ્યના સેવનવાળા સાધક મુનિઓ આ દશાને પ્રાપ્ત કરે છે.
અહો ! જેના હૃદયમાં મુક્તિની પ્રાપ્તિ વિશે અચળ-નિઃસંશયઉત્કૃષ્ટપણે શુભમતિ છે તેની મુક્તિ એકાંતે નિશ્ચયથી છે જ. મુમુક્ષુની એકમાત્ર અભિલાષા મુક્તિની હોય છે. સાંસારિક પદાર્થોની ઇચ્છા જ્યારે શાંત થાય છે ત્યારે મુમુક્ષુભાવની નિર્મળતા થાય છે. તેવી નિર્મળ બુદ્ધિવાળો માત્ર મુક્તિની જ ભાવના કરે છે અને જેમ જેમ તેને મુક્તિ વિશેની અંતરપ્રેરણાની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેને નિરામય આનંદની પ્રાપ્તિ હોય છે. વળી તે દિશાનો તેનો પુરુષાર્થ પણ વધતો જાય છે.
જેનું ચિત્ત સંકલ્પ-વિકલ્પમાં ભટક્યા કરે છે, તેને ક્ષણ માત્ર પણ સુખ ક્યાંથી હોય ? તે ચલચિત્તવાળો રતન ધૂળથી ઢંકાઈ જાય તેમ સંકલ્પ-વિકલ્પથી ઢંકાઈ ગયો છે તે મુક્તિને પામતો નથી. પરંતુ જે નિરાકુળ છે. તેની ધૃતિ અચલ છે. તે મુક્તિને પામે છે.
જેના કષાય-વિષયો શાંત થયા છે. તેને શમાવવાની જેની દશા છે તેને જ મુક્તિની અભિલાષા થાય છે, તે સાધક સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. અને અંતરમાં નિરંતર આત્મસ્વરૂપને ધ્યાવે છે. તે માટે તે સત્શાસ્ત્ર અને સદ્ગુરુના બોધને ધારણ કરે છે. એની દશા આવ્યા પછી અંતરશુદ્ધિ દ્વારા ગુણશ્રેણીને પ્રાપ્ત કરી અવશ્ય મુક્તિ પામે છે. | મુમુક્ષુદશામાં રહીને રાગદ્વેષની ગ્રંથિનો છેદ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી દેશવિરતિને આરાધે છે. તેની વૈરાગ્યભાવનાનું બળ વધે છે, ત્યારે તે જીવ સંસારમાં રોકાઈ શકતો નથી. સંસારનો ત્યાગ કરી મુનિપણે અચલ ચિત્તથી મુનિના પંથે પ્રયાણ કરે છે.
૧૮૨
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org