________________
છેવટે ઘાતકર્મનો નાશ કરી પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
અચલ ધારણાયુક્ત મુનિ અપ્રમત્તદશાએ આત્મભાવમાં હોય છે. અને પ્રમત્તદશામાં આવે ત્યારે પણ પુરુષાર્થ કરી પુનઃ પુનઃ અપ્રમત્તદશામાં આવે છે. આવી દશા અચલ ધૃતિથી જ શક્ય છે.
જેને સંસાર એકાંતે દુઃખમય જણાયો છે તે જ આવી દેઢ ભાવનામાં ટકી શકે, જેને ભવભ્રમણની ભીરુતા છે, અજ્ઞાનના અંધકારનો ભય છે, કુટુંબાદિ તો કારાગૃહ જેવા લાગે છે. માન-કીર્તિ તો જેને શરીરના મેલ જેવી લાગે છે, લોકસંજ્ઞા કે લોકમેળા જેને મીઠા હોવા છતાં દુઃખદાયી અવલંબન જણાય છે – તેવો ઉત્તમ સાધક અચલ ધૃતિ દ્વારા મુક્તિને નિઃસંશય પ્રાપ્ત કરે છે.
શુદ્ધ ઉપયોગની સ્થિરતા વગર મુક્તિનો અન્ય ઉપાય નથી. આવા શુદ્ધ માર્ગનું આરાધન જ્ઞાની પુરુષો પ્રત્યે દેઢ શ્રદ્ધા દ્વારા સુલભપણે થવા યોગ્ય છે. ક્ષણે ક્ષણે પલટાતા ઉપયોગને સ્થિર કરવો તે બાળકનો ખેલ નથી તેથી પ્રારંભની દશામાં જ્ઞાની પુરુષના બોધના આધારનું અવલંબન ઉપદેશ્ય છે. ભૂમિકારહિત સ્વ-કલ્પનાએ માર્ગ આરાધવા જતાં મુનિઓને પણ પડવાનાં નિમિત્તો આવે છે. માટે નીચેની ભૂમિકાએ જીવોને દુર્લભ એવો આ માર્ગ જ્ઞાનીઓની કૃપા વડે સુલભ હોય છે.
મુક્તિ પોતાનું જ સ્વરૂપ હોવા છતાં દુર્લભ કેમ છે?
હે ભવ્યાત્મા ! જ્યાં જીવને મુક્તિમાં અચલ ધૃતિ કે શ્રદ્ધા જ નથી ત્યાં તેની પ્રાપ્તિ કેમ સંભવ હોય ? બહિરાત્મા એમ માને છે કે આ પ્રાપ્ત સુખો દેશ્ય છે તેમ મુક્તિનું સુખ અને દેશ્ય નથી, તો તેમાં હું કેવી રીતે વિશ્વાસ રાખું ? મારે તો બાવાના બે બગડે. મળેલું ગુમાવું અને સંયમનું કષ્ટ વેઠું, પછી મુક્તિ ન મળે તો આ પ્રાપ્ત સુખ ગુમાવવું પડે. આવા સંશયથી તે જીવ મુક્તિ પ્રત્યે અચલ ધારણા કરતો નથી તેથી તેની મુક્તિ પણ થતી નથી.
પગથિયાં ચઢવા માટે પ્રથમ પગને પહેલા પગથિયે મૂકી પછી બીજો પગ ઉપાડવો પડે છે. તેમ આ માર્ગે જીવે પ્રથમ સંસારમાંથી
સમાધિશતક
૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org