________________
થાય તો પણ તેનું સંસારપરિભ્રમણ શમતું નથી. જેમ ઘાંચીની ઘાણીનો બળદ હજાર ગાઉ ગોળ ગોળ ફરે તો પણ જ્યાંનો ત્યાં હોય છે.
શાસ્ત્રજ્ઞાન વાદવિવાદ માટે નથી. પરંતુ અન્ય સાથે શાસ્ત્રાર્થ કરવાથી જો આત્મલાભ થતો હોય તો તેમાં કંઈ બોધ મળે છે. જેમ કોઈ પણ બાહ્ય ક્રિયાથી સંસાર પાર પમાતો નથી. તેમ કેવળ શુષ્ક શાસ્ત્રજ્ઞાનથી સંસારાન્ત થતો નથી. સાધ્યશૂન્ય દશાવાળો ન્યાય વ્યાકરણાદિ ગમે તેવા પઠનપાઠન કરે પરંતુ તેના મનોગત વિકલ્પ ટળતા નથી. મનના વિકલ્પો ટાળવાનો એક માત્ર ઉપાય આત્મજ્ઞાન છે.
માણસની આંતરપ્રજ્ઞા જાગ્રત ન થાય ત્યાં સુધી શાસ્ત્રજ્ઞાન હિતકારી નથી. આંતરપ્રજ્ઞાની પ્રબળતા કેવળ સ્મૃતિજ્ઞાનથી પ્રગટ થતી નથી. એ પ્રજ્ઞા ચિત્તની શુદ્ધિ દ્વારા પ્રબળ બને છે.
यत्रैवाहितधीः पुंसः, श्रद्धा तत्रैव जायते ।
यत्रैव जायते श्रद्धा, चित्तं तत्रैव लीयते ॥१५॥ જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત; થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન. ૯૫
અર્થ : જેની બુદ્ધિમાં જ્યાં હિત લાગે ત્યાં તેનું ચિત્ત લીન થાય છે.
કોઈ વિષયમાં જ્યારે જીવની બુદ્ધિ ઠરે છે. ત્યાં તેને પોતાનું હિત લાગે છે. અને જ્યાં હિત લાગે ત્યાં તે વિષયમાં શ્રદ્ધા થાય છે અને જે વિષયમાં તેને શ્રદ્ધા થાય છે ત્યાં તેની પ્રિયતા કે. રુચિ થાય છે, વળી જ્યાં રુચિ થાય ત્યાં તે શ્રદ્ધાવાન થાય છે. વળી જે વિષયમાં શ્રદ્ધા થાય ત્યાં ચિત્તને વારંવાર આકર્ષણ થવાથી ચિત્ત તે વિષયમાં લીન થાય છે.
શુદ્ધ વિષયમાં લીન થયેલા ચિત્તમાં માનવની આંતરપ્રજ્ઞા જાગ્રત થાય છે, ત્યારે તેનું ચિત્ત સ્વસ્થ અને સ્વાધીન બને છે.
જેમ બાળકને જે કામ ગમે છે તે એ કામ રુચિપૂર્વક કરે છે, તે કામ તે અલ્પ પરિશ્રમે શીખે છે. તેમ સાધકને પ્રથમ ધર્મઅનુષ્ઠાનની કે સત્પુરુષોના જીવનચરિત્ર વાંચવા વગેરેની રુચિ થાય
૨૪૨
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org