________________
ડોક્ટરની સારવાર લીધી હોત તો સારું થાત ! વગેરે.
તેવા સમયે તમારા સગાસ્નેહીઓ આવીને તેમાં તેમનો સૂર પૂરે કે “હા” ખરી વાત છે, જો વેળાસર સારવાર થઈ હોત તો કદાચ તેઓ બચી જાત.
ત્યાં વળી તમને કોઈ જ્યોતિષીનો મેળાપ થાય તે કહેશે. જો આ ઘાતમાંથી તેઓ બચ્યાં હોત તો દશપંદર વરસ આરામથી જીવન નભી જાત.
ત્યાં વળી ડોક્ટર આવે તે કહેશે ફક્ત બે કલાક પહેલાં સારવાર મળી હોત તો કદાચ દર્દી બચી જાત. - ઓહોહો કેટલા વિકલ્પ ? આ વિકલ્પની કેસેટ હોય તેમ તમે પણ એ જ વાતનું રટણ દિવસો સુધી કર્યા કરો ત્યાં તમારા પુણ્યયોગે કોઈ મહાત્મા તમારે ત્યાં પધાર્યા તેમણે કંઈ જુદી જ વાત કહી કે :
જે બનનાર છે તે ફરનાર નથી. ગયેલા સ્વજનો કોઈ પાછા આવ્યા નથી. આ વૈભવમાંથી કંઈ લઈ જઈ શક્યા નથી. અને અન્યત્ર પોતાના કરેલા શુભાશુભ કર્મ પ્રમાણે તેમનો જન્મ થઈ ચૂક્યો છે. તમારે પણ એક દિવસ આમ જ જવું પડશે માટે જાગો, ચેતો, અને આત્મકલ્યાણને માટે પ્રયોજન કરો પણ તમારી પેલી કેસેટ વાગતી જ રહેશે. અને મુક્તિ દૂર રહે છે. પરંતુ અનુભવી તો વિચારે છે કે ભલે હાલ હું દેહધારી હોઉં, કર્મથી વિકલ હોઉં પરંતુ જ્ઞાનવડે હું આ કર્મનો નાશ કરી શકું છું. દેહ હોવાથી ભલે તેઓ નિદ્રા વગેરે દેહનો ધર્મ પાળે પરંતુ તેઓ અંતરમાં તેનાથી મુક્ત છે, તેમણે દેહભાવની ગ્રંથિ તોડી નાંખી છે. તેથી દેહધર્મ પાળવા છતાં કર્મની નિર્જરા કરે છે. કારણ કે કર્મના નાશની યુક્તિ તેમને પાસે છે તેઓ મુક્તિ પ્રત્યે જઈ રહ્યા છે.
પઢી પાર કરે પાવનો, મિટ્યો ન મનકો ચાર,
રૂં કૌલુકે બૈલકું, ઘર હી કોસ હજાર. છંદ-૭૯ અર્થ : જેના મનના વિકારો શમ્યા નથી તે કદાચ શાસ્ત્રપારંગત
સમાધિશતક
૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org