________________
આ અન્યભાવ છે, એવી પ્રતીતિ જેને વર્તે છે, જગતના પદાર્થો પ્રત્યે જે ઉદાસીન છે, તે કદાચ ઘણાં શાસ્ત્રોમાં પારંગત ન હોય તો પણ વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજાયું હોવાથી તે મુક્તિને પામે છે.
ભેદજ્ઞાની અંતરાત્મા ઊંઘે તે સુખ માટે ઊંઘતો નથી, શરીરનો ધર્મ જાણી તેને ન્યાય આપે છે, તેથી ઊંઘમાં સ્વપ્નજગતમાં તદ્રુપ થઈ કર્મબંધન થતું નથી. વળી વ્યવહારક્રિયામાં ક્યાંય શિષ્યોના હિત માટે કે જનકલ્યાણ માટે વિકલ્પ આવે તો પણ તેમાં કર્તાપણાનો મિથ્યાભાવ નથી તેથી જ્ઞાનીને કર્મબંધન થતું નથી.
શાસ્ત્રજ્ઞાન અને અનુભવજ્ઞાનમાં ઘણું અંતર છે પરંતુ કોઈ વાર અજ્ઞાનીની વાણીમાં પ્રભાવ હોય તો આ અંતરનો સૂક્ષ્મ ભેદ સમજાતો નથી તેથી અજ્ઞાનીનું જ્ઞાન પણ બોધરૂપ જણાય છે, અને મુગ્ધ જીવો તે વાણીથી પ્રભાવિત થાય છે, પરંતુ તેથી કર્મ નિર્જરાનું કારણ થતું નથી. શાસ્ત્રજ્ઞાનનો હેતુ આત્મસન્મુખ થવાનો છે, બાહ્ય દેખાવ માટે નથી.
વાસ્તવમાં અવિચાર તે નિદ્રા છે, અને આત્મભ્રાંતિ સમ દેહભાવ ઉન્મત્તદશા છે, અવિચાર એ વૈભાવિક મલિન દશા છે. અને ઉન્મત્તદશા એ નશા જેવી છે, જે જ્ઞાની છે તે આત્મવિચારે કરી જાગ્રત છે. આત્મભાન સહિત હોવાથી દેહાદિ ક્રિયામાં રત દેખાવા છતાં દેહભાવથી મુક્ત છે.
છૂટે નહિ બહિરાતમા, જાગતભા પઢિ ગ્રંથ,
છૂટે ભવથે અનુભવી, સુપન નિકલ નિગરંથ. છંદ-૭૮
અર્થ : જેની વૃત્તિ નિરંતર બહારમાં આક્રાંત છે. તે કદાચ સંસારના પદાર્થો મેળવવા અને ભોગવવા ભલે જાગ્રત હોય કે ઘણા શાસ્ત્રોનો તેણે અભ્યાસ કર્યો હોય તો પણ તેનો સંસારથી મુક્ત થવાનો સંભવ નથી. કારણ કે સંસારનો કોઈ પદાર્થ એવો નથી કે તેને મુક્તિના માર્ગે દોરી શકે.
ધારો કે તમારા કોઈ સ્વજનનું અચાનક અણધાર્યું મૃત્યુ થયું. તમે કેટલાય વિકલ્પો કરશો અમુક ઔષધ કર્યું હોત, કોઈ નિષ્ણાત
૨૪૦ Jain Education International
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
For Private & Personal Use Only