________________
બંધાતું નથી. તેવી રીતે જાગ્રત અવસ્થામાં થતી બાહ્ય ચેષ્ટાઓમાં પણ કર્તાપણાની બુદ્ધિ ન હોવાથી તે તે બાહ્ય વ્યવહારરૂપ પ્રવૃત્તિ નિર્જરાનું કારણ બને છે.
દેહદૃષ્ટિયુક્ત બહિરાત્મા કથંચિત્ શાસ્ત્રજ્ઞાન ધરાવતો હોય છે, પણ શાસ્ત્રજ્ઞાનથી મુક્તિ નથી કે સંસારનો નિવેડો નથી. અનુભવજ્ઞાનથી મુક્તિ છે. શાસ્ત્ર જીવોને ઉપકારી છે. સદ્ગુરુની અનુપસ્થિતિમાં બોધપ્રેરક છે, શાસ્ત્ર માર્ગનો અંગુલીનિર્દેશ કરી શકે, શાસ્ત્રજ્ઞાન લયોપશમ જ્ઞાન કે સ્મૃતિજ્ઞાન છે, અનુભવજ્ઞાન અધ્યાત્મ સહિત હોવાથી પરમાર્થમાર્ગનું સાધન છે. શાસ્ત્રજ્ઞાનવાળો પણ ભેદજ્ઞાનરહિત હોય તો કર્મથી છૂટતો નથી. જો શુભભાવવાળો હોય તો પુણ્ય સુધી પહોંચે અને શાસ્ત્રજ્ઞાન સાથે ગર્વ થયો તો પુણ્યથી પણ વેગળો રહે. પછી ત્યાં મુક્તિ તો અસંભવ હોય.
બહિરાત્મા ભલે કદાચ જાગતો એટલે શાસ્ત્રજ્ઞાનમાં નિપુણ હોય, વિધિવિધાનમાં સક્રિય હોય પણ જો પ્રજ્ઞાવંત ન હોય તો મતિકલ્પનાથી શાસ્ત્રોને સમજે-સમજાવે. માનાદિ કષાયરહિત ન હોય અને પોતાને જ્ઞાની માને તો તે કર્મબંધનથી છૂટે નહિ. અવિવેકીને શાસ્ત્રજ્ઞાન ભારરૂપ છે, દેહદૃષ્ટિને દેહ જ બંધનરૂપ છે. માટે ભેદજ્ઞાન એ મુક્તિનું મુખ્ય સાધન છે.
ગુરુગમરહિત અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ કે ઉપદેશ ખાંડાની ધાર પર ચાલવા જેવો છે, વિપરીત માન્યતાનું પોષણ થઈ સંસારવૃદ્ધિ કરનારો છે. શાસ્ત્ર વાંચીને કહે કે અમે ઘણું જાણીએ છીએ, સદ્ગુરુબોધની હવે જરૂર નથી, એમ જ્ઞાનીનો અનાદર કરે તે પણ કર્મબંધનનું કારણ છે. બહિરાત્મા શાસ્ત્રના કથનોને ધારણ કરે પણ આત્માર્થનું રહસ્ય ન જાણે તો સ્વચ્છંદતા ટળે નહિ, પરંતુ જીવને જો કષાયાદિ ક્ષીણ થયા હોય, સત્સંગનું માહાભ્ય આવ્યું હોય, સદ્દગુરુનો બોધ ગ્રહણ કરતો હોય તો સતશાસ્ત્રના અભ્યાસથી આત્મલાભ થવા કે કર્મનિર્જરા થવાનો સંભવ છે.
ભેદજ્ઞાની જેને જીવ અને જગતનો ભેદ સમજાયો છે, જેણે દેહથી ભિન્ન એવા આત્મા પ્રત્યે લક્ષ્ય છે, આ આત્મભાવ છે અને
સમાધિશતક Jain Education International
૨૩૯ www.jainelibrary.org
For Private & Personal Use Only