________________
યોગ્ય છે તેનું આચરણ કરવું.
વ્યવહારનયની પ્રણાલિ એવી છે કે તે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવોને અને કારણકાર્યને અન્યોન્યમાં આરોપિત કરી નિરૂપણ કરે છે, જેમ કે અજ્ઞાની જીવ કર્મનો બંધ કરે છે. અહીં જીવનો અને કર્મનો અન્યોન્ય સંબંધ બતાવી એક દ્રવ્ય બીજા દ્રવ્યને (કર્મને) ગ્રહણ કરે છે તેમ બતાવ્યું છે તે વ્યવહારનયનું કથન મિથ્યા છે માટે નિશ્ચયદૃષ્ટિએ તે છોડવાનું છે.
નિશ્ચયનય અન્યોન્ય દ્રવ્યને કોઈનામાં મેળવતો નથી, જેમ કે જીવ કર્મ બાંધતો નથી, પણ જાણે છે. તે નિશ્ચયનયની મુખ્યતા છે. વ્યવહારનયની અપેક્ષાએ તે ઉપચારકથન છે. શાસ્ત્રકારોએ જ્યાં જ્યાં અન્યોન્ય દ્રવ્યોનો સંબંધ દર્શાવ્યો છે તે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સાધકદશામાં ભૂમિકાનુસાર આવો સંબંધ હોય છે, પરંતુ વ્યવહારનય અનેક પ્રયોજનવાળો અને દેહાદિ મન પર આધાર રાખવાવાળો હોવાથી પરાધીન છે. તેમાં શુભાશુભ ભાવની વિષમતા છે. શુદ્ઘનિશ્ચયનય સ્વાધીન છે, સ્વાત્માના આશ્રયે પ્રગટ થાય છે. માટે સદ્ભૂત વ્યવહારનો સ્વીકાર કરી નિશ્ચયને આરાધવો.
विदिताशेषशास्त्रोऽपि न जाग्रदपि मुच्यते । देहात्मदृष्टिर्ज्ञातात्मा सुप्तोन्मत्तोऽपि मुच्यते ॥९४॥
તનદૃષ્ટિ સર્વાગી
જાગ્રત પણ ન મુકાય;
આત્માદૃષ્ટિ ઉન્મત્ત કે નિદ્રિત પણ મુકાય. ૯૪
અર્થ : દેહદૃષ્ટિ બહિરાત્મા કથંચિત શાસ્રનો જ્ઞાતા હોય, વળી જાગ્રત હોય તોપણ ભેદજ્ઞાનરહિત કર્મબંધનથી છૂટતો નથી. અને ભેદજ્ઞાની અંતરાત્મા ઊંઘતો કે જાગતો કર્મની નિર્જરા કરે છે.
ભેદજ્ઞાનીને ભૂમિકા પ્રમાણે કર્મના ઉદય અને બંધ હોય છે, પરંતુ જ્ઞાની દૃઢ અભ્યાસ અને વૈરાગ્યને કારણે દેહધર્મથી નિદ્રા લેતા હોય તો પણ તેમને નિર્જરા થાય છે, કારણ કે આત્મસ્વરૂપનો નિર્ણય, શ્રદ્ધાયુક્ત ભેદજ્ઞાન હોવાથી જ્ઞાનીને દર્શનાવરણના ઉદયે નિદ્રા હોય છે, પરંતુ તે કર્મ નિર્જરા પામે છે, પુનઃ એવું ને એવું કર્મ
૨૩૮
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org