________________
છે, પછી આત્મવિચાર ઉદ્ભવે છે. અને ક્રમે કરીને મોક્ષમાર્ગ પ્રત્યે તેનો પુરુષાર્થ જાગે છે. જેમ મોક્ષમાર્ગની શ્રદ્ધા વૃદ્ધિ પામે છે, તેમ તેમ તેને સંસારની પ્રવૃત્તિમાં મંદતા થાય છે. અને તેનું ચિત્ત વારંવાર સ્વરૂપસન્મુખ થાય છે.
ચંચળ ચિત્ત પવનની જેમ ભમ્યા કરે છે. તેને પ્રથમ કોઈ સત્કાર્યમાં રોકવાથી રુચિ વધે છે. પછી જેમ બાળક મોટું થાય અને રમકડાં ત્યજી દે છે તેમ ચિત્ત બહારના વિષયને ત્યજી સત્કાર્ય દ્વારા શ્રદ્ધામાર્ગમાં આવે છે. ત્યાર પછી સગુરુના બોધ દ્વારા ચિત્ત શાંત થાય છે. તે સિવાય દુર્ગમ અને દુસ્તર એવી આ મનની માયાને શમાવવી કઠણ છે. અરે મુનિઓ પણ ત્યાં પાછા પડે છે. પૂરા દરિયાને પી જનાર, મેરુને ડગાવનાર, અગ્નિને ઠારી દેનાર લબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે પણ આ મનને વશ રાખવું આત્મજ્ઞાન સિવાય સંભવ નથી. તે મને આગમધરને છેતર્યા છે. મુક્તિની અભિલાષાવાળા પણ ત્યાં લબ્ધિમાં ફસાઈ ગયા છે. અને મુક્તિ જ મુલતવી રહે છે.
જિહાં બુદ્ધિ થિર પુરુષ કી તહેં રુચિ તહે મન લીન,
આતમ મતિ આતમ રુચિ, કહો કૌન આધીન. છંદ-૮૦
અર્થ : જે પુરુષની બુદ્ધિ જ્યાં સ્થિર થાય છે, ત્યાં તેની રુચિ વધે છે. જો તેને આત્મબુદ્ધિ આત્મરુચિ પ્રત્યે વળે છે તો મન તેને આધીન વર્તે છે.
જેને આત્મહિતની બુદ્ધિ થઈ છે તેની રુચિ સ્વાભાવિકપણે ત્યાં જ લાગે છે, તેને અન્ય પદાર્થમાં સભાવ થતો નથી. જેનું ચિત્ત આત્મભાવમાં લય પામ્યું છે, એવો પુરુષ અન્ય પદાર્થને આધીન વર્તતો નથી. અર્થાત્ તે રાગદ્વેષ કે અજ્ઞાનને આધીન વર્તતો નથી. પરંતુ સ્વપરિણતિમાં પ્રવર્તે છે, ક્રમે કરીને તે મુક્ત થાય છે. માટે જીવે આત્મબુદ્ધિ વડે આત્મરુચિ કરવી. કારણ કે આત્મની રિદ્ધિ, નવ નિધાન પોતાના આત્મામાં જ રહ્યા છે. તેને બહાર શોધવા વ્યર્થ છે. આત્મજ્ઞાન અણમોલ સાધન છે. જ્ઞાન સહિત મન મેરુ જેવું સ્થિર બને છે, પરંતુ જે જીવ બહાર તૃષ્ણાવશ ચંચળતાને કારણે પરાધીન બને છે માટે સમતા અને ધીરજ વડે ચિત્તને
સમાધિશતક Jain Education International
૨૪૩ www.jainelibrary.org
For Private & Personal Use Only