________________
આત્મરુચિ પ્રત્યે પ્રેરવું, અભ્યાસ દ્વારા તે લય પામશે, તેને અવરોધ કરતા વિષયકષાયને ત્યજી દેવા. ચિત્ત સ્વરૂપમાં લય પામતું નથી ત્યાં સુધી ભય કે દુઃખ છે. પરંતુ સશાસ્ત્ર અને સદ્ગુરુબોધે ચિત્ત જ્યારે શાંત થશે ત્યારે રાગદ્વેષ અજ્ઞાન ટળી જશે, અને જીવ સન્માર્ગને પામશે.
આત્મધનને લૂંટી જનાર બહાર નથી; અંતરની ઊંડી ગુફામાં તે મોહાદિરૂપે અસ્તિત્વ ધરાવે છે, તેનો નાશ કેવળ આત્મજ્ઞાન વડે જ થાય છે, માટે બુદ્ધિને આત્મશ્રેયની રુચિમાં સ્થિર કરવી. આત્મબુદ્ધિવાળો જીવ સ્વાધીન હોય છે.
यत्राना हितधीः पुंसः श्रद्धा तस्मानिवर्त्तते । यस्मानिवर्त्तते श्रद्धा, कृतश्चियत्तस्य तल्लयः ॥९६॥ જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત; જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન? ૯૬
અર્થ : જે વિષયમાં મનુષ્યની બુદ્ધિ સ્થિરતા કરતી નથી ત્યાં તેને શ્રદ્ધા થતી નથી. અર્થાત્ ત્યાંથી શ્રદ્ધા પાછી ફરે છે. તેથી તે વિષયમાં ચિત્તની લીનતા થતી નથી.
સવિશેષ આ યુગમાં બુદ્ધિની પ્રધાનતા છે, આથી જે વિષય બુદ્ધિમાં ન સમજાય તે વિષયમાં શ્રદ્ધા થતી નથી. જગતના વ્યવહારમાં પણ આવું જ જોવામાં આવે છે તો પછી પરમાર્થમાર્ગનાં ગૂઢ રહસ્યો બુદ્ધિમાં ન ઊતરે તો પછી શ્રદ્ધા તો ક્યાંથી થાય ? છતાં ભાઈ ! બધા જ ઉકેલ કંઈ બુદ્ધિથી સમાધાન પામતા નથી. શ્રદ્ધાયુક્ત બુદ્ધિ વડે તેવી સમસ્યાના સમાધાન થાય છે.
માનવનું મન-ચિત્ત-બુદ્ધિ દરેક વિષયના ગુણ કે આકારથી પ્રભાવિત થઈ તેની પાછળ દોડે છે, તેમાં ક્યાંક તે સુખ કે દુઃખના ભાવ કરી ચંચળતા પામે છે. તે આત્મભાવમાં લીન થતું નથી. તે જે વિષયથી આકર્ષાય છે તેની પાછળ પડે છે, જો આ ચંચળતા શમે અને ચિત્ત શાંતરસભરપૂર ચૈતન્યસ્વરૂપ આત્મામાં લીન થાય પછી તેને પાર્થિવ જગતની ઇચ્છા, તૃષ્ણા, આકાંક્ષાઓ પીડા આપતી
૨૪૪ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org