SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. ભય કે જુગુપ્સાથી ચિત્ત ઉદ્વેગ પામતું નથી. રતિ-અરતિ જેવા ભાવો ચિત્તશાંતિનો ભંગ કરતા નથી. આત્મભાવમાં લીનતા પામેલું ચિત્ત અંતર પવિત્રતામાં પોઢી જાય છે, પરમશાંતિ પામે છે, અને એ ચિત્ત વ્યવહારમાં પ્રયોજાય છે ત્યારે કરુણા, કોમળતા આદિ ગુણો ખીલી ઊઠે છે. તેથી જ્ઞાની ઊંઘતા-જાગતા કર્મની નિર્જરા કરે છે. કારણ કે તેમની શ્રદ્ધા આત્મવિષયમાં છે. મનુષ્યની બુદ્ધિમાં જે વિષયવસ્તુ રુચિ પેદા કરે છે તે પદાર્થ મેળવવા તે ભારે પરિશ્રમ ઉઠાવે છે. જગતમાં મહાન ચમત્કારિક શોધો પાછળ પૂરું જીવન વ્યતીત કરે છે. ઘણી વાર તો આત્મબલિદાન આપે છે, મરણિયો રણમેદાનમાં રોળાઈ જાય છે. એ બુદ્ધિને જો આત્મસંશોધનમાં પ્રયોજાય તો બુદ્ધિ સ્વયં પ્રજ્ઞાણે પ્રગટી આત્મપ્રદેશ પ્રદેશે પ્રગટ થાય છે, પરંતુ જ્યાં બુદ્ધિ સ્થિરતા ન પામે ત્યાંથી શ્રદ્ધા પાછી ફરે છે. આવા આત્મસંશોધન માટે માનવે શારીરિક ટેવોને બદલવી પડશે, છોડવી પડશે. મનના આગ્રહો અને વલણોને છોડવા પડશે, ચેતનાના વિભાવોને ત્યજવા પડશે, પ્રારંભમાં તો અતિ દુષ્કર લાગશે, જાણે અતિ કડવું ઔષધ પીવા જેવું લાગશે, પરંતુ પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી, મનના વલણને બદલવાથી એક ક્ષણવાર પણ મનને આત્મસંશોધનમાં યોજવાથી જે આનંદનો અનુભવ થશે તે ક્ષણ જીવ માટે શાશ્વતી બની જશે. પછી તે સ્વયં સામર્થ્યને પામીને પરમપદને પ્રાપ્ત કરીશ. પરંતુ જો તારી બુદ્ધિમાં એ પરમપદનું મહત્ત્વ આવ્યું નહિ હોય તો તને શ્રદ્ધા થશે નહિ. અથવા શ્રદ્ધા પાછી ફરશે. જ્યાં અહિત જણાય ત્યાં બુદ્ધિ જતી નથી કે રુચિ થતી નથી, તો પછી જ્યાં દૈહિકભાવમાં તારું હિત નથી ત્યાં બુદ્ધિ વારંવાર કેમ જાય છે ? ધર્મમાર્ગમાં પણ જીવ ભ્રાંતિમાં પડે છે તો કલ્યાણ થતું નથી. માટે સદ્ગુરુના બોધ દ્વારા માર્ગની રુચિ કરી પુરુષાર્થ કરવો. સત્ય સમજાવાથી શ્રદ્ધા પણ સાચી થાય છે. પછી શ્રદ્ધા પાછી ફરતી નથી. સમાધિશતક ૨૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy