________________
સદ્દગુરુના બોધને ગ્રહણ કરીને પ્રારંભ કર.
नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम् । तिर्यञ्चं तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ॥८॥ નરદેહે સ્થિત આત્મને નર માને છે મૂઢ, પશુદેવે સ્થિત પશુ, સુરદેવે સ્થિત સુર. ૮
અર્થ : આત્મજ્ઞાનથી હીન એવો જીવ મળેલી માનવઆકૃતિને જોઈને પોતાને માનવ-નરપણે માને છે. તથા પંચેન્દ્રિયના યોગે તેની પુષ્ટિમાં અહંકારયુક્ત થઈ મગ્ન રહે છે. તિર્યંચ ગતિમાં પોતાને તિર્યંચ માને છે. દેવરૂપે ઉત્પન્ન થાય તો પોતાને દેવરૂપે માને છે.
ભાવાર્થ : જ્ઞાનસ્વરૂપ એવા બહિરાત્માની હીનદશા તો જુઓ. ચારગતિરૂપ સંસારમાં તેણે કેવી મૂર્ખાઈ કરી ?
નરકમાં જન્મ્યો. પોતાને જ નારકીરૂપે માની, નારકને યોગ્ય કૂર અધ્યવસાય કરી અત્યંત દુઃખ પામ્યો. અરે, એવા ક્ષેત્રથી, આકૃતિથી અને અન્યોન્યને દુ:ખ જ આપ્યાં. કેવળ દુઃખની દશામાં હીનસત્ત્વ જીવ કેવી રીતે વિચારે કે આ નારકપણે હું નથી, નરકના દુ:ખને પાત્ર હું નથી, કૂર પરિણામવાળો હું નથી, પોતે નારકી છે તેમ માની દીર્ઘકાળ ત્યાં જીવ્યો.
તિર્યંચ યોનિમાં જન્મ્યો, ત્યાં પોતાને નિગોદથી માંડી તિર્યંચ પંચેન્દ્રિયપણે માની કેવળ પશુતાના - અંધકારમાં જીવ્યો. એક ઇન્દ્રિય મળી ત્યારે હું એક ઇન્દ્રિયવાળો છું, બે-ઇન્દ્રિયવાળો જભ્યો ત્યારે પોતાને બે-ઇન્દ્રિયવાળો માન્યો. ત્રણ ઇન્દ્રિય મળી ત્યારે તે તેઈન્દ્રિય દ્વારા ઘણો કાળ તે જ યોનિમાં ઉપન્યો. ચાર ઇન્દ્રિયો મળી ત્યારે તેમાં મગ્ન બન્યો. પંચેન્દ્રિયપણે તિર્યંચમાં જન્મી ત્યાં વિષાયાસક્ત બની કાળ વ્યર્થ ગુમાવ્યો.
બિલાડીનું રૂપ ધારણ કરીને ઉંદર માર્યા, ચકલાં થઈ કીડા આરોગ્યા, સિંહ બની પશુઓ હણ્યાં, સર્પ થઈ જીવોને ઘાત પહોંચાડ્યો, ગધેડો થઈને ભાર વહ્યો. મત્સ્ય બની નાનાં માછલાંને ગળ્યાં - આવું તો તે કેટલું કર્યું ?
૨૪
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only