________________
અરે ! સ્થળમાં, જળમાં કે ખેચરમાં ઉત્પન્ન થયો તે જ આકારે તું જીવ્યો. વળી, ચાર ઇન્દ્રિય સુધીના શરીરમાં તો તને મન તો હતું નહિ. માત્ર પૂર્વના સંજ્ઞાબળે અને સંસ્કારબલે દેહ તે હું તેવી માન્યતા દૃઢ થયેલી છે. અને તિર્યંચ જેને મન છે તે પણ પૂર્વના દઢ સંસ્કારબલે દેહસ્વરૂપ પોતાને માને છે.
પુણ્યયોગે દેવપણે ઉત્પન્ન થઈ તું જીવસ્વરૂપને ભૂલીને દેવસ્વરૂપ તને માનવા લાગ્યો. અને સાગરોપમ જેવા આયુષ્ય સાથે દેવલોકના સુખમાં ભ્રમિત થઈ ત્યાં સુખ માનવા લાગ્યો. અનેક પ્રકારની જળક્રીડા કરી, વન-ઉપવનમાં ભમ્યો. સુંદર આવાસોમાં મગ્ન રહ્યો. અપ્સરાઓથી વીંટળાયેલો અસંખ્યાત વર્ષો સુધી દેવપણે રહી સ્વયં દેવ છું, તેમ માનવા લાગ્યો. મળેલા સુંદર દેહમાં દેવપણે રાઓ. અને આત્માનું વિસ્મરણ કરતો રહ્યો.
ક્રમે કરીને માનવલોકમાં જન્મ્યો. પણ પેલા દેહરૂપે માનેલા સંસ્કારે તને મનુષ્યદેહે મનુષ્યની માન્યતામાં ગૂંચવી દીધો. અહો ! તું માનવા લાગ્યો કે આ મારું શરીર અને કેવું સુંદર ! ચામડીથી મઢેલી અશુચિવાળું છે તે તને જણાયું નહિ. પાંચ ઈન્દ્રિયોયુક્ત દસ પ્રાણ પણ પૌલિક છે તે પણ તે વિસ્તૃત કર્યું. જગતમાં જાણે ભોગ માટે આ નરદેહ મળ્યો છે તેમ માની આયુષ્યની સ્થિતિ સુધી તેં ભ્રમણા ભાંગી જ નહિ.
આમ, બહિરાત્મભાવે તું ચારે ગતિમાં જ્યાં જન્મ્યો ત્યાં તે ભ્રમણા સેવી કે તે આકૃતિરૂપે જ હું છું. અજ્ઞાનવશ જીવ પોતાની અલખ, અલૌકિક, અરૂપી, અવિનાશી, અવ્યાબાધ અને અચલ સ્થિતિને ભૂલી જાય છે અને દુઃખ પામે છે. એવી દુઃખદશામાં પણ અનાદિથી દેહ તે જ હું છું તેમ માને છે અને અન્યના દેહને જોઈને અન્યને પણ દેહાકારે માની દેહભાવે વ્યવહાર કરે છે.
તું જે જે ગતિમાં જન્મ્યો તે તો તે સ્થાનનો માત્ર તારો સ્વાંગ છે. તું સ્વયં તે ગતિરૂપે થતો નથી, પણ તને ભ્રમ પેદા થવાથી તું તે રૂપે પોતાને માને છે. જોકે એ સ્વાંગ આ જન્મ પૂરતો જ વિનશ્વર છે. તું તો સ્વયં આત્મરૂપે શાશ્વત છું. એવો વિવેક થતાં
સમાધિશતક
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org