________________
જીવ સ્વસંવેદ્ય એવા આત્માને જ આરાધે છે.
શિત ઇતિ શરીરમ્” સડી જાય, પડી જાય, નાશ પામે તે શરીર. પરમાણુની હાનિવૃદ્ધિથી મોટું-નાનું થાય, વસાણા જેવા પદાર્થોથી તેજસ્વી બને, અને હલકા ખોરાકથી નિસ્તેજ બને, અગ્નિથી બળે, પાણીથી ઠંડું થાય; આવા અનેક ધર્મો શરીરમાં છે.
આત્મા કેવળ જ્ઞાનસ્વરૂપ છે. તે મન દ્વારા પરખાય છે ત્યારે મન શાંત થઈ જાય છે. આત્માના વિશુદ્ધ સ્વભાવ ઉપર પરમાણુનો પડદો છે તેથી તે મલિન થયો છે. પરંતુ જ્યારે તે સ્વ-પરનો ભેદ જાણે છે ત્યારે તેને પુદ્ગલ દ્રવ્યોમાંથી ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ દૂર થાય છે અને મન આત્મભાવમાં લીન થાય છે ત્યારે આત્મસ્વરૂપ નિષ્કપ બને છે.
નરદેહાદિક દેખકે આત્મજ્ઞાને હીન,
ઈન્દ્રિયબલ બહિરાત્મા, અહંકાર મન લીન. છંદ-૯ નરદેહ પામીને જીવે પોતાને મનુષ્યાકાર માન્યો. આત્મજ્ઞાનની હીનતાને કારણે ઈન્દ્રિયોને મનાદિબળને આત્મભાવે માનીને અહંકારમાં મગ્ન થયો.
તે જાણતો નથી કે તેણે આ નરદેહ પ્રાપ્ત કર્યા પહેલાં કેટલાં દુઃખો સહ્યાં છે ? અને માનવદેહ મળતાં અહંકારમાં ડૂબી ગયો અને આ દેહે કરવા જેવું સુકૃત્ય તો સાવ વિસરી ગયો. માનવદેહ મેળવી એણે અભિમાન સેવ્યું કે હું રૂપાળો, ગોરો ધનવાન, ઊંચો વગેરે. છતાં પણ દેહનું રૂપ આદિ કંઈ જ નિત્ય રહેવાવાળાં ન હોવાથી, રૂપાળા કે કદરૂપા, ધનવાન કે દરિદ્ર સૌ અભેદપણે શરીરની નશ્વરતાને પામી મરણને શરણ થયા.
છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને, ભૂપ ભારે ઊપજ્યા, એ ચતુર ચક્રી ચાલીયા, હોતા નહોતા થઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ભાઈ, હવે તું વિચાર કર કે જ્યારે આવા માંધાતાઓને કાળે
આતમ ઝંખે છુટકારો
૨૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org