________________
કે તપના બાહ્ય નિમિત્તથી મૂંઝાઈને તેને ગૌણ ન કરવું પણ સમજ સહિત તેના વાસ્તવિક પરિણામને જાણીને ખેદરહિત થતું તપ નિર્જરાનું કારણ બને છે તેમ માનવું.
रागद्वेषादि कल्लोलैरलोलं यन्मनोजलम् ।
स पश्यत्यात्मनस्तत्त्वं स तत्त्वं नेतरो जनः ॥३५॥ રાગાદિક-કલ્લોલથી મન-જળ લોલ ન થાય,
તે દેખે ચિતત્ત્વને, અન્ય જને ન જણાય. ૩૫
અર્થ : રાગાદિ ભાવના જળરૂપ તરંગોથી જેનું મન ચંચળ થતું નથી તેનો આત્મા સ્થિરતાનો અનુભવ કરે છે. અસ્થિર વૃત્તિવાળો આત્મતત્ત્વનો અનુભવ કરી શકતો નથી.
આત્મદ્રવ્ય તરંગરહિત સરોવરની જેમ સ્થિર છે. તેમનું મન રાગાદિ ભાવથી રહિત હોવાથી જનતરંગોની જેમ ચંચળતા ધારણ કરતું નથી. ત્યારે એ સ્થિર મન શુદ્ધ થાય છે. એવા સ્થિર અને શુદ્ધ મનવાળો સાધક આત્મતત્વનો અનુભવ કરે છે.
જેમ સમુદ્ર ગંભીર હોવા છતાં પવનનું નિમિત્ત પામીને સમુદ્રના જળમાં તરંગો ઊઠે છે. તેમ સંસારમાં વસતા જીવોને રાગદ્વેષનાં નિમિત્તો મળ્યા કરે છે, ત્યારે મન ચંચળ બને છે. નિમિત્તાધીન
જીવ આ રાગાદિને પોતાનાં માની બંધાય છે. પણ જે સાધકજીવ સદ્ગુરુના બોધે સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણે છે તે તેવાં નિમિત્તોને વશ થતો નથી પરંતુ પોતે રાગદ્વેષને જીતીને સ્વરૂપનો અનુભવ કરે છે.
કુંભે બાંધ્યું જળ રહે જળ વિણ કુંભ ન હોય; જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હોય.
વસ્તુ-સ્વરૂપ આવે છે. દશ્યજગતને જોઈને જેને ઇષ્ટ-અનિષ્ટપણું થતું નથી, રતિ-અરતિ ઊપજતી નથી. વળી, મિથ્યાભાવ જેનો ટળ્યો છે, તેણે જ્ઞાન કરીને પોતાનું મન વશ કર્યું છે. મન જ સ્વયં જેને જ્ઞાનાકારે બન્યું છે તેને હવે અન્ય પદાર્થોમાં રાગદ્વેષ ઊપજતા નથી. તે આનંદ-સ્વરૂપ આત્માને અનુભવે છે.
૧oo
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org