________________
ધર્મસંન્યાસ કહ્યો છે. અર્થાત્ દયા પામવા, ક્ષમા રાખવી તેવા ભાવોના પણ તે કર્તા નથી કારણ કે તે ગુણોનું પણ શમન થઈને શુદ્ધ સ્વભાવે તેઓ સ્થિત છે.
आत्म देहान्तरज्ञानजनिताल्हादनिर्वृतः ।
"
૩૪
तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न खिद्यते ॥३४॥ આતમ-દેહવિભાગથી ઊપજ્યો જ્યાં આહ્લાદ, તપથી દુષ્કૃત ઘોરને વેદે પણ નહિ તાપ. અર્થ : આત્મા અને દેહના અંતરનું ભેદજ્ઞાન થવાથી નિજાનંદ વડે તે તૃપ્ત છે. ત્યારે તે તપ દ્વારા ઘોર દુષ્કૃત્યને ખપાવતો હોવા છતાં ખેદ પામતો નથી.
જ્ઞાનરહિત તપાદિ કષ્ટ, કલેશ છે, નિરર્થક છે. તેમ જણાવી હવે ગ્રંથકાર જ્ઞાન સહિતના તપની વિશેષતા દર્શાવે છે.
જ્ઞાનીને સઘળી પરિસ્થિતિમાં નિજાનંદનું સુખ વર્તે છે. તે જાણે છે કે કંઈ પરવશતા છે તે જ દુઃખનું કારણ છે. અને જે સ્વાધીન એવું નિજાનંદનું સ્વરૂપ છે તે સુખદાયક છે. આવું જેને ભેદજ્ઞાન વર્તે છે તેને જગતમાં સર્વોપરી સુખ છે.
પૂર્વકર્મોને ખપાવવા કે ઉદીરણા કરી લેવા જ્ઞાની-મુનિ જગતના જીવોની દૃષ્ટિએ જગતમાં દુઃખરૂપ તાપ સહે, ઘોર તપ કરે. પરંતુ જ્ઞાનીના મનમાં ત્યારે પણ કોઈ પ્રકારનો ખેદ નથી. નિજાનંદ અને ખેદ બે એકસાથે કેમ હોય ?
જીવ પૂર્વસંસ્કારના બળે ઉદયમાં આવે ત્યારે યથાશક્તિ તપ આદરે છે. તપ કરતાં કોઈ પૂર્વનું અશુભ ફળ ઉદયમાં આવી જાય તો ખેદ થાય છે. અને અજ્ઞાનથી એમ માને છે કે તપ કરવાથી આવી અશાતા થઈ. પણ તપ કરવાથી આવી અશાતા થતી નથી. વળી, આવી સ્થિતિને નહિ સમજાનારા તપથી શરીર બગડે છે, તેમ મનાવી વાસ્તવિકપણે કર્મના ઉદયને નહિ સમજનારા વિપરીત માન્યતા કરે છે કે આયંબિલ કરવાથી શરીરને નુકસાન થયું. ઉપવાસ કરવાથી દરદ થયું. આમ વિચારીને તપાદિને ગૌણ કરે છે. ગ્રંથકાર કહે છે
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org