________________
ધર્મ ક્ષમાદિક ભી મિટે, પ્રગટત ધર્મ સંન્યાસ;
તૌ કલ્પિત ભવભાવમેં, કયું નહિ હોત ઉદાસ. છંદ-૩૩ ક્રમે ક્રમે ગ્રંથકાર પોતાના અનુભવનો ઉદ્યોત જણાવે છે. સાચા જ્ઞાનસ્વરૂપનું દર્શન કરાવે છે. સૂતેલાને જાગ્રત થવાનો ઘંટારવ કરે છે. કાળનું બહાનું કાઢીને કોઈએ ધર્મના પ્રકાશ સામે પડદો નાખવાની જરૂર નથી. જેટલું સાધ્ય છે તેટલું તો કરી લો. તેનાથી પણ નીચે ન ઊતરવા માટે હવે ઉત્તમધર્મની પ્રણાલી દર્શાવે છે. જાણે ગ્રંથકારે સીમામાં બાંધી દીધેલા ધર્મને અસીમ ક્ષેત્રે ઝળકાવી દીધો હોય તેવું જણાય છે. વાસ્તવમાં શુદ્ધધર્મ, ધર્મના વાડામાં મર્યાદિત નથી, તેથી હવે આગળની ભૂમિકા બતાવે છે. - સાધકને અવસ્થાના ભેદ જ્યાં ટળે છે ત્યાં શુદ્ધ આત્મધર્મ પ્રકાશિત થાય છે. સાધકની ભૂમિકામાં કષાયોની તરતમતા પ્રમાણે ક્ષમાદિ ગુણોનો વિકલ્પ ઊઠે છે. પરંતુ જીવની દશા ક્ષયોપથમિક તરતમતાવાળી મટીને જ્યારે ક્ષાયિકભાવે પરિણમે છે ત્યારે હું જ્ઞાની-ધ્યાની, ક્ષમાવાન-દયાવાન, બ્રહ્મચારી-સદાચારી, ત્યાગી-વૈરાગી જેવા ગુણોનો વિકલ્પ શમી જાય છે. એ સર્વગુણો સહજભાવે થઈ એક આત્મજ્ઞાનમાં શમી જાય છે. આવી ઉન્નત દશામાં હવે પરભાવોની ઉન્મત્તતા ક્યાંથી હોય ?
સંસારમાં હોવા છતાં તે ઉદાસીનભાવે વર્તે છે, કર્મના ઉદયમાં વિવશ ન થાય, બાહ્યવૃત્તિ દેખાવા છતાં અંતરવૃત્તિમાં તે સ્થિત છે. તેથી કલ્પિત એવા ભાવમરણરૂપ વિકલ્પમાં સદાય ઉદાસ રહે છે કે સ્વપ્નવત્ કલ્પિત પદાર્થોમાં રુચિ થતી નથી. વૈદ્યરાજ જેમ દર્દીની વય, દર્દ જોઈને, બાળાદિ દર્દીને યોગ્ય ઔષધ આપે છે તેમ ધર્મ પણ પોતાની ભૂમિકા પ્રમાણે હોય છે. એનો અર્થ એ નથી કે જીવે પ્રાથમિક ભૂમિકામાં રહેવું. પ્રથમ ભૂમિકામાં ક્ષમા, કોમળતા, કરુણા, દયા, પરોપકાર, દાન જેવા ગુણો હોય છે જેથી કર્મોની અશુભતા હણાય છે, જ્યારે જીવ આગળની ભૂમિકામાં આવે છે ત્યારે તેને ક્ષમાદિ ભાવો સહજપણે હોય છે. પરંતુ નિર્વિકલ્પ દશા યોગ્ય મુનિને તો તે ગુણો સ્વાભાવિકપણે હોવાથી તેનો વિકલ્પ નથી, તેથી
સમાધિશતક
૧૦૫
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org