________________
મુખ્ય કારણ આત્મજ્ઞાન છે. પરંપરિણતિ અજ્ઞાનમૂલક હોઈ બંધનું કારણ છે. સ્વપરિણતિ મોક્ષનું કારણ છે.
અભિનિવેશ પુદ્ગલ વિશેષ, જ્ઞાનીકુ કહાં હોત, ગુણકો ભી મદ મિટ ગયો, પ્રગટ સહજ ઉદ્યોત. છંદ-૩૨ ક્રિયામાર્ગનાં ભયસ્થાનો દર્શાવી હિતશિક્ષા આપી હવે જ્ઞાનમાર્ગીને જાગ્રત કરી સાચો રાહ દર્શાવે છે.
આત્મજ્ઞાનીને પુદ્ગલ પદાર્થો વિશે કર્તા કે ભોક્તાભાવનો આગ્રહ નથી હોતો. જ્ઞાનીને તે પદાર્થથી ભેદજ્ઞાન વર્તે છે. જેમ જેમ ઉપરની ભૂમિકામાં જાય છે તેમ તેમ વિકલ્પો શમે છે, ત્યારે જ્ઞાની પોતાને જ્ઞાની, ધ્યાની કે મુનિ માનતા નથી, ગુણોને પણ ત્યાં મદ કે આકાંક્ષા નથી. પોતાના ગુણોનું ભાન તે પણ જ્ઞાનીને પરિગ્રહ મનાય છે. તો પછી શાસ્ત્રાદિ, મોટાં આશ્રયસ્થાનોમાં કે અન્ય પદાર્થોમાં તો મારાપણાનો આગ્રહ ક્યાંથી હોય ? અંશમાત્ર તેવો મોહભાવ ચૌદ પૂર્વધર ન્યૂનને પણ નીચેની ભૂમિકાએ પટકી નાખે છે. તેથી જ્ઞાની ગુણોને ઉત્કૃષ્ટપણે સહન કરી સહજપણે વર્તે છે. તેમના આત્મજ્ઞાનનો પ્રકાશ જ અહંકાર જેવા દોષને નષ્ટ કરે છે.
માટે આત્મજ્ઞાન સહિત મુનિપણાની શ્રેષ્ઠતા છે. તેમની વાણીમાં અપૂર્વતા હોય છે. સર્વસંગ-પરિત્યાગ કરવા છતાં જીવ પરપુદ્ગલ આશ્રીને તપ-જપાદિ કરે, જનકલ્યાણ કરે તો પણ તે ઉપાધિરહિત થતો નથી, કેમકે તેમની દૃષ્ટિ અભેદ એવા આત્મસ્વરૂપ પ્રત્યે ઢળી નથી. સર્વસંગ-પરિત્યાગ કરીને ક્ષેત્રમંતર થયો પરંતુ મતાંતર કે વિચારોતર ન થયો. સાધનો બદલાયાં, ચર્ચા બદલાઈ પણ પરિણતિ અંતર્મુખ ન થઈ. તેથી આત્મજ્ઞાનની મુખ્યતા કહી છે જે ભવાંતનું, પ્રારંભનું અને આખરનું સાધન છે. આત્મજ્ઞાનના લક્ષ્ય ધર્મક્રિયાને પ્રારંભ તે કંઈ કઠિન નથી. બાળવૃદ્ધ સૌને માટે સરળ છે. ફક્ત તે તરફ લક્ષ્ય કે મંતવ્ય થયું નથી તેથી કઠણ લાગે છે. પરંતુ જેને સહજ આત્મિક સ્વરૂપનો ઉદ્યોત ચિત્તમાં પ્રગટ્યો છે એવા મુનિવરો તો ક્ષણે ક્ષણે અંતરપરિણતિને જ ભજે છે.
૧૦૪
આતમ ઝંખે છુટકારો
gantucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org