________________
અંતરપરિણતિની શુદ્ધિ નથી તો તેનું ફળ સંસાર જ રહેશે. જડ કે શૂન્ય ક્રિયાનું ફળ વિનાશી અને અપૂર્ણ છે. તે મોક્ષનું સાક્ષાત્ ફળ નથી. પરંપરાએ પણ જો ક્રિયા સાથે સ્વપરિણતિની શુદ્ધિ હોય તો તે મોક્ષનું ફળ પ્રગટ થાય.
મનાદિ યોગ પ્રવૃત્તમાન હોય છે તે આસ્રવનું નિમિત્ત બને છે. આથી પ્રાણી ક્રિયાને અંતે તો શુભાશુભ કર્મનો મહાસાગર જ ઉત્પન્ન કરે છે. ક્રિયારૂપ કર્મનું ફળ આવવાથી તેનો અંત નથી આવતો તે કર્મ વળી નવીન કર્મ ઉપાર્જન કરે છે. તે કર્મ શુભ હશે તો સુખપ્રાપ્તિમાં જીવને ભોગાસક્તિ થશે અને અશુભ હશે તો દુઃખથી માનવ ઘેરાઈ જશે. આમ, કર્મની વણથંભી વણઝાર તો ચાલુ જ રહે છે.
જીવથી જે ક્રિયા કરાય છે તે કર્મ છે. શરીરધારી જીવ ક્રિયારહિત હોતો નથી. તે માનસિક, વાચિક કે કાયિક કોઈ ને કોઈ ક્રિયા કરતો જ હોય છે. પ્રત્યેક ક્રિયા કર્મોપાર્જન કરે છે. પરિણામે જીવ સંસારનું પરિભ્રમણ જ પામે છે. બાહ્યક્રિયાઓ પણ ફળવતી બને છે. જે જે ક્રિયા કરતા જીવના પરિણામ શુભ છે, તો તે સ્વર્ગના સુખ સુધી લઈ જશે, પરંતુ ત્યાં આયુષ્યનો અંત તો છે જ. અને ઇચ્છા ન હોવા છતાં અશુભ કર્મથી જીવ દુઃખનાં સ્થાનોમાં ઊપજે છે. ત્યાં પણ મરણઆધીન જીવન છે. અને દુઃખ તો છૂટતું નથી.
આમ, ક્રિયાકાંડથી ઉપાર્જન કરેલાં કર્મ સુખ-શાંતિ આપી શકે તેમ છે નહિ. વળી, સમયે સમયે પરિવર્તન પામતા કર્મના ફળમાં નિત્ય કે અવિનાશીપણું નથી. આમ, ક્રિયા મુક્તિનું કારણ નથી તેમ જણાવી શાસ્ત્રકાર કહે છે કે મુક્તિનું બીજ ભેદજ્ઞાન છે. અને તેમાં આત્મજ્ઞાનનું પ્રયોજન છે. માટે માનવજીવનની સાર્થકતા આત્મજ્ઞાન વડે કર્મજનિત વાસનાને નષ્ટ કરવામાં છે. પરપરિણતિથી મનને પાછું વાળી સ્વપરિણતિમાં જોડવું તે આત્મજ્ઞાનનું પ્રયોજન છે.
ભેદજ્ઞાનીને-આત્મજ્ઞાનીને ક્રિયાના કષ્ટ વગર પણ સુખ છે. આત્મજ્ઞાન વગર તપ તપે તોપણ ભવાંત થતો નથી. ભવાંત થવાનું
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૧૦૩
www.jainelibrary.org