________________
કડવા ઔષધની જેમ માર્ગ સૂચવ્યો છે, ભૂમિકા પ્રમાણે ગુરુગમે બોધ થાય તો ક્રિયા અને અક્રિયાનો ભેદ સમજાય છે, ૫રમાર્થમાર્ગનો આકાંક્ષી-સાધક ગૂંચ ઊભી કરતો નથી. પરંતુ વિવેકપૂર્વક ગૂંચ ઉકેલે છે.
કોઈ સમજદાર પિતા વારસો માટે વસિયતનામું બનાવે ત્યારે વારસોને મૂંઝવણ થાય તેવું ન કરે. તેમ ઉપદેશકોએ જ્ઞાનનું વસિયતનામું સાધકોને સાધનામાર્ગમાં મૂંઝવણ ઊભી ન કરે તેમ નિષ્કામભાવે બોધદાયક આપવું જોઈએ. પોતાની માન્યતા ખાતર મતમતાંતર ઊભાં કરી સંસારથી છૂટવા મથતા સાધકોને પાછો નવો સંસાર ઊભો કરવા રાગાદિનાં કારણો આપવાં ન જોઈએ, જો સર્વ સાધનો જ બંધન થશે તો તરવાનો કામી ક્યાં જઈને છૂટશે ? અને ઉપદેશક પણ કેમ છૂટશે ? આમ તરે અને તારેને બદલે ડૂબે અને ડુબાડે તેવા પ્રકારો સામે ગ્રંથકારે જાગ્રત કર્યા છે.
પર પરિણતિ પોતાની માને ક્રિયા ગર્વે વહેલો; બંધ મોક્ષ કારણ ન પિછાણે, તે મૂરખમેં પહેલો.
સ્વભાવે રાગાદિ રહિત શુદ્ધાત્માને ન જાણતો અજ્ઞાન-અવસ્થામાં થતા પરભાવરૂપ રાગ-દ્વેષાદિને પોતે કરે છે તેમ માને, પોતાને જ ક્રોધી માને કે માયાવી માને, તે એવો મૂંઝાય છે કે રાગાદિથી પોતે જુદો છે તે ક્ષણભર વિચારી શકતો નથી.
વળી, ધર્મ અને કર્મ બંને ક્ષેત્રે બાહ્યક્રિયામાં રાચતો, અંતરમાં તેનાથી પોતે ભિન્ન છે તેવું નહિ સમજતો અહંકારમાં ફુલાય છે. તે જ્ઞાનમાર્ગને કે બંધ-મોક્ષની વ્યવસ્થાને સમજતો નથી, છતાં પોતે સમજે છે, જાણે છે તેવું અભિમાન કરી સ્વયં પોતે મૂરખમાં ખપે છે.
અહીં હિતશિક્ષા એ છે ક્રિયા. પણ બોધ સહિત હોય અને જ્ઞાનશુદ્ધ આચાર સહિત હોય, તેમાં ભલે ગુણસ્થાનક પ્રમાણે સાધનની આવશ્યકતા રહે છે. પરંતુ સાધ્યનું મુખ્ય લક્ષ્ય સ્વપરિણતિ અભિપ્રેત છે.
શાસ્ત્રકારો કેવળ ક્રિયાનો નિષેધ કરતા નથી. ભૂમિકા અનુસાર ક્રિયાના ભાવ જીવને થાય છે. તે ક્રિયા ભાવશૂન્ય કે જડતારૂપ હોય તો તે કેવળ વ્યર્થ પરિશ્રમ છે એમ જણાવવું છે. ક્રિયા સાથે જો
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org