________________
પ્રતિક્રમણનો અર્થ પણ સ્વપ્રતિ વળવું. જગતની યાત્રા કરવા જીવ અનાદિકાળથી બહાર જ રહ્યો છે, બહારથી પાછા વળી અંતર તરફ જવું તે પ્રતિક્રમણની વિધિ છે. આત્મભાવમાં સ્થિર થવા માટે સૂત્રોના ચિંતનનું નિમિત્ત છે. સૂત્રો આત્મસ્વરૂપ પ્રત્યે લઈ જનારાં કારણો છે. તે જાણે તો બાહ્મક્રિયા ઉપકારી છે.
જેમ કે ઇરિયાવહી સૂત્ર સર્વાત્મમાં સમષ્ટિ થવા માટેની ચિંતવના છે. તસઉત્તરીસૂત્ર આત્મવિલોપન કરી શુદ્ધિ માટેનું સૂત્ર છે. અન્નત્થસૂત્ર મન-વચન-કાયાના યોગને શક્ય તેટલી બહિર્મુખતાથી પાછા ખેંચવા માટે છે. અને લોગસ્સસૂત્ર વીતરાગની સ્તુતિ દ્વારા, તેના ગુણના માહાત્મ્ય દ્વારા સ્વરૂપનો વિશ્વાસ પેદા થવા માટે છે.
પ્રત્યાખ્યાન પરપદાર્થો સાથે એકત્વનો સંક્ષેપ કરવા માટે, સભાનતા માટેનું આલંબન છે. વળી, પ્રત્યાખ્યાન પાળવું હોય ત્યારે આત્મસ્મરણનો ભાવ છે.
જિનભક્તિ પણ રાગદ્વેષને ક્ષીણ કરવાનું અવલંબન છે, માર્ગ દર્શાવનાર જિનનો જગતના જીવો પ્રત્યે મહાન ઉપકાર છે. તેમની ભક્તિ દ્વારા જીવ હળુકર્મી થાય છે. જીવમાં રહેલી વૈરાગ્યભાવના સંસારના પદાર્થોથી પુષ્ટ નહિ પરંતુ વીતરાગની ભક્તિ વૈરાગ્યનું બળ આપશે ત્યારે તને સંસારનું કલ્પિત સ્વરૂપ સમજાશે. આવી જિનભક્તિ તને ભેદજ્ઞાનમાં સહાયક છે. આ પ્રકારે દરેક અધ્યાત્મમૂલક ક્રિયા-સક્રિયા ભેદજ્ઞાન થવા પૂર્વેનો અભ્યાસ છે. ભેદજ્ઞાન થયા પછી તે ક્રિયાઓ વિશેષ પ્રકારે આત્મવિશુદ્ધિ કરે છે. સંસારભાવ ક્ષીણ થતો જાય છે. સ્વસ્વરૂપની જાગૃતિ થતાં વ્યવહાર છતાં સાધક મુક્તિ પ્રત્યે પ્રયાણ કરે છે.
આવી સમજ સાથે થતી ક્રિયા ભેદજ્ઞાનના લક્ષ્યયુક્ત હોવાથી અભ્યાસ માટે આવશ્યક છે, આથી ગ્રંથકારે લક્ષ્ય વગરનું તીર જેમ નિશાન માટે નિરર્થક છે તેમ ભેદજ્ઞાન કે તેના લક્ષ્ય વગરની ક્રિયાને ક્લિષ્ટ, કાયક્લેશજનિત કહી છે.
તાત્પર્ય કે ઘાંચીના બળદ જેવી જીવોની દશા ન થાય તે માટે
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૧૦૧
www.jainelibrary.org