________________
સુખની રુચિ જ આળસી છે, તેથી તે બાહ્યવૃત્તિ છતાં, મગ્ન થતો નથી.
અહીં ગ્રંથકારનું કહેવું છે કે સમાજ સાથે થતી ક્રિયા ભવાંત કરે છે. એ સમજ ભેદજ્ઞાનની ભૂમિકા છે.
જેમ તમે નવકારમંત્રની માળા જપો, ત્યારે તે ક્રિયા તમને સ્વરૂપ અનુસંધાન કરાવી શકે તે શુદ્ધાત્મા એવા પંચ પરમેષ્ઠીનું આલંબન છે. એ આલંબન દ્વારા તે મંત્ર સ્વરૂપમંત્ર બને છે કે અહો ! આ તો મારી જ આવૃત્ત થયેલી શક્તિ છે. હું સર્વજ્ઞા એવો પૂર્ણજ્ઞાની છું, મારો શુદ્ધાત્મા મારો ગુરુ છે નિમિત્ત-આલંબન દ્વારા આમ જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે બાહ્ય ક્રિયા અંતરક્રિયા બને છે. બાહ્યક્રિયા બહાર રહેવા માટે નથી. પરંતુ અંતરદષ્ટિ કરવા માટે, જગત વ્યાપારથી અસંગ થવા માટે છે. જો બાહ્યક્રિયા થવા છતાં અંતર પરિણતિ પ્રત્યે દૃષ્ટિ ના ગઈ તો તેવી ક્રિયાને ગ્રંથકાર કાયક્લેશ કહે છે. ગ્રંથકાર કહે છે કે,
કષ્ટ કરો સંજમ ધરો, ગાળો નિજ દેહ; જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુ:ખનો છેe.
જેમ સામાયિક પ્રતિક્રમણ જેવા અનુષ્ઠાન એ સાવદ્ય બાહ્યકર્મથી નિવૃત્તિ માટે છે, તેને માટે બાહ્યવિધિ કરવી આવશ્યક છે. પરંતુ તેનો મર્મ જાણવો તે સમજ છે. તે પ્રમાણેનું આચરણ તે સાચો માર્ગ છે.
સામાયિક એટલે સમભાવ. સમભાવ એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ કે જ્યાં રાગાદિ બહિર્ભાવ કે આકુળતા નથી. બાહ્ય કંઈ પ્રયોજન નથી. શુદ્ધ-સ્વરૂપમાં જોડાવું તે સમભાવનો યોગ છે. મંદિરના ગર્ભદ્વારમાં જવા માટે પ્રથમ રંગમંડપમાં જવું પડે તેમ અંતરપરિણતિમાં સ્થિત થવા બાહ્યવિધિનું આયોજન આવશ્યક છે. વળી, સંસારી જીવ નિરંતર આકુળ હોય છે. તે કોઈ એક દિવસના સામાયિકથી આત્મભાવમાં સ્થિર થાય તેવું બનવું કઠિન છે તેથી અભ્યાસ માટે નિરંતર તેની આવશ્યકતા જાણવી.
એક દિવ
તેવું બનવું
tવશ્યક
૧૦૦ Jain Education International
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
For Private & Personal Use Only