________________
ઊપજતા શુભભાવ અશુભથી મુકાવે છે તે શુભભાવ ભવાંતનું કારણ નથી, પરંતુ પુણ્યનું કારણ છે. તેથી સંસારનું ભ્રમણ તો ચાલુ રહે છે. માટે ક્રિયા જો જ્ઞાન સહિત હોય તો તે કર્મમુક્તિનું કારણ બને છે, તેમ કહેલું છે.
નાવ નદી પાર જવા માટે છે. નદીમાં ડૂબવા કે પડ્યા રહેવા માટે નથી. તેમ શુભ ક્રિયા સંસારનું જ પ્રયોજન બને અને ત્યાં જ જીવ અટકી રહે છે. તેને આ જલદ ઔષધ બતાવી જન્મોથી ચાલી આવેલી પુણ્યના સુખની ભ્રાંતિ ટાળવાની છે.
તાત્પર્ય કે ભેદશાનની ભાવના પણ શુભભાવ છે. પરંતુ તેમાં લક્ષ્ય શુદ્ધ હોવાથી કાર્યમાં કારણ જણાવ્યું છે. ગ્રંથકાર કહે છે કે અલ્પ પણ સાચો ધર્મ ભવાંત સુધી પહોંચાડે છે. અને ખોટી દિશાએ નીકળેલો પ્રવાસી સેંકડો માઇલ વાહન દોડાવે તો પણ પહોંચતો નથી. સાચી દિશાએ મંદ ગતિએ જતો યાત્રી ગંતવ્ય સ્થાને પહોંચે છે.
આથી પ્રથમ ભૂમિકાએ કોઈ પણ જીવને ધર્મની પ્રાપ્તિ થાય ત્યારે સદૈવ, સદ્ગુરુ અને સદ્ધર્મની શ્રદ્ધા કારણરૂપ હોય છે. ગમે તેવા દેવાદિનું નિરૂપણ કેમ ન કર્યું ? જેની શ્રદ્ધાથી જીવને માર્ગ પકડવાનો છે તે જ તત્ત્વો જો શુદ્ધ નહિ હોય તો જીવની શ્રદ્ધામાં પણ તત્ત્વ યથાર્થપણે સ્થાપિત નહિ થાય. હવે દેવાદિ લોકોત્તર-શુદ્ધ મળ્યા પણ તારી શ્રદ્ધા ભેદજ્ઞાન સહિત ન હોય તો કરેલી ક્રિયામાં લૌકિકભાવે હોવાથી તેનું પરિણામ સંસાર છે, માટે ભેદજ્ઞાનની મુખ્યતા બતાવી. એ ભેદજ્ઞાન એટલે આત્મદ્રવ્યની, શુદ્ધતત્ત્વની મુખ્યતાનું લક્ષ્ય. જે લક્ષ્ય સાધકને પરપદાર્થના, રાગાદિ ભાવના, કે મત પંથના શુભાશુભભાવથી ભિન્નતાનું ભાન કરાવે છે.
તાત્પર્ય કે જેમ મહિલા ગમે તેવાં કાર્યો કરે પણ તેનું ચિત્ત પરદેશ ગયેલા પતિ પ્રત્યે વરેલું રહે છે તેમ ધર્માત્મા બાહ્યપ્રવૃત્તિમાં વૃત્તિ કરે ત્યારે પણ અંતરપરિણામ તો સ્વરૂપ પ્રત્યે રહે છે, અર્થાત્ જ્ઞાનઉપયોગથી વ્યવહારને જાણે પણ તેમાં મગ્ન ન થાય. જેમ જીવને જે પદાર્થમાં રુચિ નથી તેવા પદાર્થો તેની સામે આવે ત્યારે પણ તે જીવ તેમાં મગ્ન થઈ શકતો નથી. તેમ જ્ઞાનીને પદાર્થના
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
CC
www.jainelibrary.org