________________
ધર્મ બતાવ્યો. ક્યાંક આવી ધમાધમથી થોડો વખત દૂર રહી વળી તપનાં અનુષ્ઠાનોના વિવિધ પ્રકારો પ્રગટ કર્યા. જે તપ નિર્જરાનું કારણ હતું તે પણ બાહ્યલક્ષી બની ગયું. તેમાં ધન, માન અને ઉત્સવોની પ્રધાનતા થઈ.
આવા પ્રકારો જોઈને ગ્રંથકારનું કરુણાશીલ હૃદય પોકારી ઊઠ્યું હશે ? અરે ! આ મોક્ષમાર્ગનો પ્રવાસી અનેક પ્રકારની ક્રિયા અને તપ કરવા છતાં પરિભ્રમણથી તેની મુક્તિ કેમ થતી નથી ? એનું સંશોધન કરીને તેમણે આખરે અનુભવ વડે ઉપાય શોધ્યો કે અરે, મૂળમાં જ ભૂલ પડી છે. ક્રિયા, તપ, વ્રત, જપ વગેરે બાહ્યનિમિત્ત સાધનો છે અને કેટલાક ઉપદેશકોએ અને સાધકોએ તેને જ સાધ્ય માન્યું છે. હું સાધનથી ભિન્ન સાધ્યસ્વરૂપ છું એવા ભેદજ્ઞાન વગર સઘળું કષ્ટરૂપ બન્યું.
આમ, ધર્મારાધના કરતો જીવ પ્રથમ દેહ, સ્ત્રી, પુત્ર, ધન, માન, સાધનસામગ્રીના મમત્વ અને એકત્વને કારણે પોતાને તે સર્વ બાહ્યસંયોગોથી એકાકાર માનતો હતો, ધર્મની બાહ્યક્રિયા કરતો છતાં વર્તનમાં મોહને કે માનને આધીન રહ્યો, મોહાદિના નાશ થવાથી ધર્મ થાય છે તો તેણે જાણ્યું નહિ. મોહ અને માન સાથેના એકત્વથી તેણે પોતાને સ્વરૂપે જાણ્યો નહિ તેથી કથંચિત પાપથી છૂટો થયો હોય તો પણ પુણ્યને સુખરૂપ માની ત્યાં અટક્યો તેથી ભવાંત કેમ થાય ? અર્થાત્ તત્ત્વના લક્ષ્ય કે શ્રદ્ધા વગર કરેલા વ્યવહાર મોક્ષને પ્રયોજનભૂત નથી.
નોંધ : તમે કહો છો કે બાહ્ય ક્રિયા કે ઉત્સવ આદિમાં ધર્મ નથી. તેની વ્યર્થતા બતાવી કે તેથી ભવાંત થતો નથી. તો પછી સામાન્ય જીવો કે જેને તત્ત્વજ્ઞાન નથી તેને ધર્મનો આધાર શો ? ક્રિયા તો જીવોને માર્ગ બતાવનાર નિમિત્ત છે. તપ ચિત્ત-શુદ્ધની સાધના છે. ભેદજ્ઞાન ન થાય ત્યાં સુધી જો આવો અભ્યાસ છોડી દે તો જીવોનો જન્મ પૂરો થઈ જાય. વળી, રાજસ પ્રકૃતિવાળો જીવ પ્રથમ ક્રિયામાર્ગને આરાધી રુચિવાળો થાય છે.
સમાધાન : અહી ક્રિયાનો નિષેધ નથી પરંતુ જે શુભ ક્રિયાથી
૯૮
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org