________________
તેનું આચરણ જ્ઞાન-ક્રિયા ઉભયરૂપ હોય તે ભવાંત માટે કારણ બને. શાસ્ત્રજ્ઞાનને મુખપાઠ કરી જ્ઞાની મનાવે પણ શમ સંવેગાદિ ગુણોની ભૂમિકા ન હોય, અહિંસાદિ અલ્પાધિક વૃતાચરણ ન હોય, દેવ-ગુરુ ધર્મના નિમિત્તને ગ્રહણ ન કરે, ગોખેલા ભેદજ્ઞાનના કથનનો અનુભવરહિત શોરબકોર કરે, કહે કે ક્રિયા તો જડ છે માટે જ્ઞાનઆરાધન કરો, સાચું સાધન જ્ઞાન છે. આવો શુષ્કજ્ઞાની અંતરથી સ્વયં કોરો હોય છે, તેના હૈયામાં હજી સાચા જ્ઞાનનો આવિર્ભાવ થયો નથી. અને સક્રિયાને આદરતો નથી તેનો ભવાંત થતો નથી. તે ઉત્સર્ગ અને અપવાદમાર્ગ જાણતો નથી, તેથી તેનું જ્ઞાન મુક્તિનું કારણ બનતું નથી.
બીજી બાજુ ક્રિયાને જ ધર્મ માનવાવાળા કોલાહલ કરી મૂકે છે. ધામધૂમ, ધમાધમ કરી ઉત્સવ કરે, કેટલાય ધનનો વ્યય કરે. પ્રસિદ્ધિ પામે, બહારના લોકમેળા અને ધમાલથી લોકોની કેવળ ઉત્સવપ્રિયતાથી તે માને છે અહો ! 'મારા વડે ખૂબ ધર્મપ્રચાર થયો, અહીં ગ્રંથકાર કહે છે ભાઈ, આ તો તારો ભ્રમ છે. ભેદજ્ઞાનરહિત શુદ્ધ ધર્મનો પ્રારંભ થતો નથી. આ સર્વ ક્રિયાનો તું કરનાર મારા વડે ઘણો ધર્મપ્રચાર પામ્યો એવું માનનાર બાહ્યક્રિયામાં રાચતા અંતરમાં તારા આત્માનું લક્ષ્ય બન્યું નહિ. અને માન-સત્કારની મીઠાશમાં તે મોહનીય કર્મની પ્રકૃતિ છે, તેમ જાણ્યું નહિ, તેં ભેદજ્ઞાનને તો સ્વીકાર્યું જ નહિ. પછી તારો ભવાંત કેમ થાય ?
કેટલાક ઉપદેશકો પણ આ કળિકાળમાં એમ માનવા લાગ્યા છે કે ધનની ઊપજ જેમ વધુ થાય તેમ વધુ ધર્મ થયો મનાય. અને ભોળાં જનો હૈયામાં પાકાં હોય છે કે ધનથી જો ધર્મ થતો હોય તો પાપ કરવામાં વાંધો નથી. થોડું ધન ખર્ચીને ધર્મ ખરીદી લઈશું. અને અજ્ઞ ઉપદેશકો પણ તેમની ‘હા'માં ‘હા' કરી લે છે. આથી ધનનિરપેક્ષ શુદ્ધધર્મ, શ્રદ્ધા કે સાપેક્ષધર્મની વાત દૂર રહી જાય છે.
“ધામધૂમે ધમાધમ ચલી ધર્મ રહ્યો દૂર રે.''
તવંગરોની આવી બાહ્ય ધમાલમાં ટૂંકજનો જોડાઈને સંતોષ માનવા લાગ્યા કે આ સાચો ધર્મ છે. અને એમને અનુમોદનાનો
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
G-6
www.jainelibrary.org