________________
જનો ભવાંત પામતા નથી, પરંતુ ચાર ગતિમાં પરિભ્રમણ પામે છે. માટે અહીં ગ્રંથકાર કહે છે કે ભાઈ, જેમ ગળપણ વગર મીઠાઈ બનતી નથી, તેમ ભેદજ્ઞાન વગર તારો સુખદ ભવાંત થતો નથી.
કોઈક અજ્ઞ ઉપદેશકો એમ માને છે કે એક વાર સર્વેને ક્રિયાધર્મ બતાવવો એમ કરતાં કરતાં જીવો ધર્મ પામશે. અહીં ગ્રંથકાર પરમાર્થમાર્ગની વાસ્તવિકતા જણાવે છે, કે પૂર્વે પણ આવાં કઠોર તપ, દીક્ષા, શાસ્ત્રાભ્યાસ, લોકઉત્સવ, અનેક પ્રકારનાં બાહ્ય અનુષ્ઠાનો જીવે અનેક વાર કર્યા છતાં પરિભ્રમણની મુક્તિ કેમ ના થઈ ? માટે મુક્તિનું સાધન કેવળ બાહ્ય ક્રિયા કે બાલતા નથી, પરંતુ મૂળમાં આત્મતત્ત્વની શ્રદ્ધા, અને ભેદજ્ઞાન આવશ્યક છે.
દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે ? કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો ? શુદ્ધ શ્રદ્ધાન વિણ ભવિક ક્રિયા કરી, છાર પર લીંપણું તે હ જાણો.
(આનંદઘનજી) મૂળમાં સાધકની જે ક્રિયા છે તેમાં પ્રથમ ભૂમિકામાં જ આત્મલક્ષ્ય હોવું જરૂરી છે. તે લક્ષ્ય થવા માટે બાહ્યનિમિત્તમાં સર્વશદેવ નિર્ચથજ્ઞાની ગુરુ અને સ્વ-પર દયારૂપ શુદ્ધ ધર્મ છે. હવે જો જીવને સર્વજ્ઞના વચનમાં, નિગ્રંથના ઉપદેશમાં શ્રદ્ધા, અને જીવમાત્રમાં આત્મસ્વરૂપે જોવાની દૃષ્ટિ ન હોય, સ્વ-પર ઉભય દયાધર્મ પણ ન હોય, તો પછી તેનામાં શ્રદ્ધાતત્ત્વ પરિણામ કેવી રીતે પામે ? દેવ, ગુરુ અને ધર્મ પણ શુદ્ધ (સત્ય) હોવા જોઈએ અને શ્રદ્ધા પણ સાચી હોવી જોઈએ. તે સિવાય કોઈ પણ ભવ્યાત્મા કંઈ પણ ક્રિયા કરે તો તે છાર પર જેમ લીંપણ ચોંટતું નથી તેમ તે ક્રિયાઓ ભવાંતના ફળરૂપે થતી નથી. આનંદઘનજીએ આ સ્તવનમાં સદ્ગુરુની ભૂમિકા પણ આપી છે કે જો તેઓમાં શુદ્ધિ નહિ હોય તો તેઓ મોહભાવથી પીડાયેલા ભવભ્રમણ કરશે અને અન્યને પણ ઉસૂત્ર દ્વારા ખોટે માર્ગે દોરશે.
તાત્પર્ય એ થયું કે ભેદજ્ઞાન સહિત અહિંસાદિ જે સક્રિયા છે
૯૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org