________________
ક્રિયા કષ્ટભિ નહુ લહે, ભેદજ્ઞાન સુખવંત;
યાવિન બહુવિધ તપ કરે, તો ભી નહિ ભવ અંત. છંદ-૩૧ ગ્રંથકાર સાધકને મૂળ વાસ્તવિક માર્ગ દર્શાવે છે.
કેવળ ક્રિયાનું જ કષ્ટ કરે અને દેહથી ભિન્ન સુખસ્વરૂપ એવા આત્માનું જેને ભેદજ્ઞાન નથી, તે કદાચ ઘણા પ્રકારનાં તપ તપે તો પણ તેના ભવનો અંત નથી.
ભવાંત કરવાનો મૂળ ઉપાય તો શુદ્ધ સ્વભાવરૂપી ધર્મ છે. તે ધર્મ પામવા માટે તપ-જપ-ક્રિયાનું સાધન દર્શાવ્યું છે. પરંતુ લોકસંજ્ઞાએ જેમ અન્ય બાળજીવો કરતા આવ્યા છે તે જ ક્રિયાઓ કરે અને કરાવે. ઓઘસંજ્ઞાએ પોતે જાણતો નથી કે પોતે જે ધર્મને નામે બાહ્ય ક્રિયાઓ, ઉત્સવો, લોકમેળા કરે છે તેનાથી મને આત્મલાભ છે કે નહિ ? એક ગતાનુગતિ પ્રવાહમાં તણાય જાય છે. તે ગમે તેટલી તપાદિ ક્રિયા કરે તો પણ તેને સ્વપરની ભિન્નતાનું ભેદજ્ઞાન ન હોવાથી બાહ્ય ક્રિયાનો પોતાને કર્તા માને છે. એથી તેનું તપ નિર્જરાનું કારણ બનતું નથી.
પોતે પોતાના શુદ્ધ ભાવનો કર્તા હોવાથી નિજસ્વરૂપના આનંદનો ભોક્તા છે. ૫૨૫દાર્થો તેના સુખનું કારણ નથી, પોતે પુદ્ગલનિત પદાર્થોથી લક્ષણે ભિન્ન છે, પણ એક ક્ષેત્રમાં રહેલાં મન, વાણી અને કાયાનું જેને ભેદજ્ઞાન નથી તે ગમે તેવા તપનાં અનુષ્ઠાન કરે તો પણ તે નિર્જરા કે મોક્ષનું કારણ બનતાં નથી..
એક કહે સેવિયે વિવિધ ક્રિયા કરી,
ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા, ટળવળે ચાર ગતિ માંહે ચોખે.
(આનંદઘનજી)
કોઈ કહે છે કે તમે સમજો કે ન સમજો પણ વિવિધ પ્રકારની ઉત્સવોનો આરંભ કર્યા કરો. તેનું ફળ આમ, વિવિધ ક્રિયા કરવા છતાં ભોળા
બાહ્ય ક્રિયા પૂજા, પાઠ, તમને પરલોકમાં મળશે.
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૯૫
www.jainelibrary.org