________________
તેહુ;
દેહાદિકનેં ભિન્નમેં, મોથે ન્યારો
પરમાતમ પથદીપિકા, શુદ્ધ ભાવના એહુ. છંદ-૩૦ દેહાદિકથી સર્વ પ્રકારે ભિન્ન હું સર્વથા ન્યારો છું. આવી શુદ્ધ ભાવના પરમાતમની પ્રાપ્તિની પથદીપિકા છે.
અંતરાત્મા જ્યારે જ્ઞાનસ્વરૂપ થઈ અંતરમાં ઊંડો ઊતરે છે ત્યારે તેનું અંતરદર્શન ન્યારું હોય છે. એક ક્ષેત્રે રહેલાં દેહ-ઇન્દ્રિય-મન અને વાણીને પ્રગટ લક્ષણથી જ તે ભિન્ન જાણે છે. દેહાદિકના મોહથી તેઓ સદા ભિન્ન છે. અને તેથી જ્ઞાનીનો દેહાદિક પ્રત્યેનો વ્યવહાર પણ ઔપચારિક હોય છે.
જ્ઞાનસ્વરૂપમાં મગ્ન એવો શાની શ્વાસેશ્વાસે કર્મબંધનને તોડે છે. વ્યવહારાદિમાં ઉદાસીનપણે રહે છે. લૌકિક પ્રકારોમાં લીન થતો નથી. દિલમાં દાસભાવે પ્રભુગુણને જપે છે અને કેવળ મુક્તિને ઇચ્છે છે. વિવિધ અનુષ્ઠાનો કરવા છતાં તેનું લક્ષ્ય કેવળ મુક્ત થવા પ્રત્યે હોય છે. શુભાશુભ ભાવમાં તે મૂંઝાતો નથી પરંતુ તેનો પરિહાર કરીને જ્ઞાનસ્વરૂપમાં રહે છે.
જ્ઞાનીને બહારમાં વિધિનિષેધનો વિવેક છે. તેથી વિકલ્પરહિત સર્વ સાધનને યોજે છે. મનની આસક્તિરહિત ભોગમાં પ્રવર્તે છે, કર્મોની પરવશતાથી ભોગમાં દેહભાવથી જોડાય છે, તેમાં આત્મબુદ્ધિ નથી. મનમાં મોક્ષ પ્રત્યે જ આકાંક્ષા છે. તેથી ભોગકાળે જ ઉદયમાં આવેલું કર્મ ક્ષીણ થતાં જ્ઞાની મુક્ત થાય છે. વૈરાગ્યભાવની વૃદ્ધિથી જ પુનઃ રાગાદિ દોષોને દૂર કરે છે.
મૃત થયેલા દેડકાના શરીરના ચૂર્ણને પાણીનો યોગ થતાં પુનઃ દેડકાંઓ ઉત્પન્ન થાય છે, પરંતુ જો પ્રથમ તે ચૂર્ણને અગ્નિથી ભસ્મ કર્યું હોય તો પાણીનો સંયોગ મળવા છતાં પુનઃ દેડકાં ઉત્પન્ન થતાં નથી. તેમ શુદ્ધ ભાવનાયુક્ત જેની પાસે પરમાર્થ પથદીપિકા છે તે જ્ઞાની કર્મોને તે શુદ્ધ ભાવના જ અગ્નિની જેમ નષ્ટ કરે છે. જ્ઞાની શુદ્ધ ભાવના વડે અનાસક્તભાવની વૃદ્ધિ કરે છે, તેથી પુનઃ બંધાતાં નથી.
୧୪
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org