________________
રાગાદિરહિત મુક્ત મનનું આ લક્ષણ છે. તે આવરણરહિત અકારણ આનંદને અનુભવે છે. તેને બહારમાં કોઈ પદાર્થની આવશ્યકતા નથી. તે આત્માના નિર્દોષ આનંદમાં લીન થાય છે. ત્યારે જગત તેને માટે લય પામે છે.
મન જળકલ્લોલ જેમ વમળ જેવું છે. જીવનના વહેતા પ્રવાહને ઉત્તેજિત કરે છે, અને સંસ્કારોથી વિકૃત કરે છે. સદાય ચંચળ રહેતા મન દ્વારા સ્થિર આત્માનો અનુભવ ક્યાંથી થાય ? મનની આ અસ્થિરતા શમે ત્યારે ચૈતન્યશક્તિ પ્રગટ થાય છે. માટે પ્રયોગ દ્વારા મનને સ્થિર કરવું, જેથી મન શુદ્ધ થતાં આત્માનો અનુભવ થાય છે. अविक्षिप्तंमनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । धारयेत्तदविक्षिप्तं, विक्षिप्तं नाश्रयेत्ततः ॥ ३६ ॥
અવિક્ષિપ્ત મન તત્ત્વ નિજ, ભ્રમ છે મન વિક્ષિપ્ત; અવિક્ષિપ્ત મનને ધરો, ધરો ન મન વિક્ષિપ્ત.
૩૬
અર્થ : અવિક્ષિપ્ત મન આત્મરૂપ છે. વિક્ષિપ્ત મન તે આત્મસ્રાંતિ છે, તેથી મનને આત્મસ્વરૂપ રાખવું પણ વિક્ષિપ્ત મનનો આશ્રય ના કરવો.
જેનું મન મેરુ જેવું નિશ્ચળ છે, આત્મરૂપ છે; જ્ઞાનીના મનની વૃત્તિ સદાયે નિર્મળ હોય છે. જેને મન પર અંકુશ ન હોય તેને બાહ્ય અનુષ્ઠાનોકે શાસ્ત્રાભ્યાસ પણ વ્યર્થ જાય છે. ચંચળ મન પર આધાર રાખીએ છીએ ત્યારે એ મન જ આપણને દગો દે છે. જેમકે માળાના મણકા ગણતાં ઘડીક સાધુભાવ થશે અને ઘડીક માયાના ભાવ થશે. આત્મા અને મન અત્યંત નિકટ એકમેક જેવાં છે, મન રાગાદિ વિકલ્પવાળું હોવાથી આત્માને મલિન કરે છે. તેથી મનને અંકુશમાં રાખવા સંયમાદિની આવશ્યકતા છે. તેને મનગમતા પદાર્થો કેવળ આપ્યા કરીએ તો તે આત્મભાવમાં રહેતું નથી તેથી જ્ઞાનીઓએ શમન કે દમન જેવા પ્રયોગો કર્યા. મનને મિત્ર ભાવે માનીએ તો શમન કરાય, અને મન ન માને તો શત્રુને દબાવવો પડે તેમ દમન થાય. જે પ્રકારે મન સ્વાધીન બને તેમ ભૂમિકા
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org