________________
પ્રમાણે કરવું.
કોઈ બ્રાંત જનો કહે છે કે દમન કરવાથી મન વધુ પ્રબળ બને છે. ભાઈ ! તને પેટમાં દુઃખતું હોય અને ભાવતાં ભજિયાં કર્યા હોય તો તું દમન કરે કે ભાવતું ભોજન કરે ? પેટનાં દર્દ ખાતર જેમ દમન જરૂરી છે તેમ મનની વિવશતાના રોગને દૂર કરવા દમન એ એક ઉપાય છે.
જેનો મન પર અંકુશ નથી તેનો વચન અને કાયા ઉપર પણ અંકુશ રહેતો નથી. અને જીવ ત્રણેથી દંડ પામતો ચારે ગતિમાં આંટા મારે છે. વિક્ષિપ્ત મન તે જ આત્મભ્રાંતિ હોઈ દુઃખનું કારણ છે.
પરંતુ જે અવિક્ષિપ્ત મનવાળો (સ્થિર) છે તે તો સ્વયં આત્મરૂપ છે. મન આત્મભાવે વર્તે ત્યારે રાગદ્વેષ કોના પર કરે ? જેમ તાંબામાંથી જળકણોને ખેંચી લેવામાં આવે અને તાંબું સુવર્ણપણે પ્રગટ થાય તેમ મનના સંકલ્પ-વિકલ્પ શમે ત્યારે તે પરપદાર્થોથી અસંગ થઈ સ્વરૂપમાં શમી જવાય છે. સ્વરૂપમય થયેલું મન જ સ્વયં આત્મા છે. આવું મન મુક્તિનું કારણ છે. માટે વિક્ષિપ્ત મનનો આશ્રય ન કરવો.
अविद्याभ्याससंस्कारै वशं वक्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः, स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥३७॥ અજ્ઞાનજ સંસ્કારથી મન વિક્ષેપિત થાય; જ્ઞાન સંસ્કારે સ્વતઃ તત્ત્વ વિષે સ્થિર થાય. ૩૭
અર્થ : અવિદ્યા-અજ્ઞાનના સંસ્કારથી મન પરાધીન થઈ વિક્ષેપ પામે છે. તે જ મન ભેદવિજ્ઞાનના સંસ્કારો દ્વારા સ્વરૂપમાં સ્થિર થાય છે.
અવિદ્યા : દેહ, સ્વજન પરિવાર, ધન, ઘર, વસ્ત્રો, પાત્રો - સર્વ પૌદ્ગલિક હોવા છતાં તેમાં સ્વાત્મબુદ્ધિ કરવી તે અવિદ્યા છે. વારંવાર માયિક પદાર્થોમાં મન દ્વારા વૃત્તિ અને કાય દ્વારા પ્રવૃત્તિ કરવી તે અવિદ્યા છે, તેનાથી સૂક્ષ્મ મનમાં જે છાપ પડે છે તે
સમાધિશતક
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org