________________
સંસ્કાર છે અને એ સંસ્કારો દ્વારા વિષયોમાં આસક્ત થયેલું મન વ્યાકુળતાથી વિક્ષેપ પામે છે. એ જ મનમાંથી અવિદ્યા નષ્ટ થાય, માયિક પદાર્થોમાં વૃત્તિ ન કરતાં માત્ર જ્ઞાનસ્વરૂપે ટકે તો તે મન આત્મામાં સ્થિર થાય છે. ત્યારે મનનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી.
અસ્થિર મન અનેક પ્રકારની કર્મણવર્ગણા ગ્રહણ કરે છે. આવા ચિત્તને વિક્ષિપ્ત મન કહ્યું છે. મનનું લિંગ તો નપુંસક છે પણ અવિદ્યાના બળે તે સમર્થ માનવોને કે સમ્રાટને વશ રહેતું નથી. ઘણું તપ તપતા મુનિઓને પણ મન ઠગી લે છે. પૂર્ણતા પામતા સુધી આવા મનને આત્મજ્ઞાન વડે બાંધી રાખવું પડે છે. તેથી સાધકને અસંગતાનો બોધ આપ્યો છે. કારણ કે મધપૂડા જેવા આ સંસારમાં કેટલાંયે પ્રલોભનો આપીને માયા-અવિદ્યાએ જીવને ભુલાવી દે છે.
પરંતુ જેને જ્ઞાન વડે આત્માને બાંધ્યો છે તેવા જ્ઞાની પાસે ઇન્દ્રિયોના વિષયો, મોહજનિત કષાયો આવવાનું સાહસ કરતા નથી. છતાં કોઈ ઉદય આવી જાય તો જ્ઞાની તેની સાથે મેદાને પડી તેને હટાવીને જ જંપે છે. અગર સમાધિભાવથી નિર્લેપ રહે છે. મનની સ્થિરતામાંથી તેનું આત્મસામર્થ્ય પ્રગટે છે. આવી સ્થિરતાના અભ્યાસ માટે એકાંતસ્થાન વધુ સહાયક છે. પુરાણા સંસ્કાર લોકસમુદાય કે ભૌતિક સાધનોમાં પ્રલોભન ઊભું કરી લે છે. માટે સુર્દઢ મનથી ભેદવિજ્ઞાન, નિર્વિકલ્પતાનો અભ્યાસ કરી સહજસ્થિતિ પેદા કરવી. આત્મા સ્વયં એકપણે હોવા છતાં અવસ્થાભેદે બે પ્રકાર કહ્યા છે શુદ્ધાત્મા અને અશુદ્ધાત્મા. તેમ મન એનું એ જ છે. તેના બે ભેદ કહ્યા છે (૧) વિક્ષેપવાળું મન, (૨) અવિક્ષેપ મન.
અજ્ઞાને કરીને ઊપજતા રાગદ્વેષના વિકલ્પોવાળું મન વિક્ષિપ્ત મન છે. તે મન દ્વારા ભ્રાંતિ પેદા થાય છે. એટલે માયિક સુખમાં જીવ સુખ માનતો થઈ જાય છે. ઇન્દ્રિયોના સાધન દ્વારા આત્માનો ઉપયોગ પર-વસ્તુને જાણે છે. મનોવર્ગણાથી બનેલા મનની મદદથી મનન કરે છે તે દ્રવ્યમન છે. પરંતુ વસ્તુને જાણે છતાં સંકલ્પ-વિકલ્પ ન કરે તે ઉપયોગ (ભાવમન) સ્વસ્થરૂપે રહે છે. અર્થાત્ મનોવર્ગણા
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org