________________
જડ છે તેથી મન પણ જડ કહેવાય છે. પણ તે દ્વારા જે મનન થાય છે તે આત્માનો ઉપયોગ છે તેથી ચેતનરૂપ છે. સંકલ્પ-વિકલ્પરહિત ઉપયોગ તે શુદ્ધાત્મા છે.
મન-વચન અને કાયા ચેતનની ફુરણાથી પ્રવૃત્ત થાય છે, ત્યારે યોગરૂપ બને છે. અનાદિયોગની વૃત્તિ અને પ્રવૃત્તિથી ચંચળતા-વિક્ષેપ પેદા થાય છે. તેવું વિક્ષિપ્ત મન સંકલ્પ-વિકલ્પોમાં જ એકાકાર થઈ જાય છે, તે મને સાધના દ્વારા જ્ઞાનને વશ વર્તે, ત્યારે પોતે રચેલું એ જાળું જો ભેદી નાખે છે તો તેને આત્મતત્ત્વનો સ્પર્શ થાય છે.
માટે સાધનાનો પ્રારંભ સત્યજ્ઞાન, તત્ત્વજ્ઞાન કે ભેદજ્ઞાન છે. જગતના સ્વરૂપને સ્ફટિકમણિની જેમ આરપાર જોઈ લે છે. તેને વિષયના વિકારો વિભ્રાંત કરતા નથી. નિમિત્તોના ત્યાગે કે ભોગે તેમનું મન અવિક્ષિપ્ત નથી થતું. સાક્ષીભાવને ગ્રહણ કરીને તેઓ કુટુંબજીવનમાં હોય તોપણ સાવધાન રહે છે.
છતાં, જેને સ્વરૂપસાધના કરવી છે, અવિદ્યાનો સર્વથા નાશ કરવો છે તેણે માયાના પાશથી દૂર થવું પડશે. અવિદ્યાના સંસ્કારને આધીન મનને સ્વાધીન કરી સ્વરૂપસ્થિરતા કરવી તે સાધકનું ધ્યેય છે.
મનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે; જાણે કે મોટું સામ્રાજ્ય. શરીરમાં રહેલી સર્વ ઇન્દ્રિયોની પ્રવૃત્તિનું એ મહાતંત્ર છે. એ મનની અવસ્થા અનેક સમસ્યાઓ ઊભી કરે છે. અને માનવને અન્ય સુખ હોવા છતાં એ સમસ્યાઓનું સમાધાન કરી શકતો નથી. જે મન નિરંતર બદલાતું રહે છે તેનાથી સમાધાન પણ કેમ થઈ શકે ? આ મનને સમજવા તત્ત્વચિંતકોએ તેના ઘણા પ્રકારો કહ્યા છે.
મુખ્યત્વે ભાવમન અને દ્રવ્યમાન બે સંયોગથી માનસિક ક્રિયાઓ થાય છે. એકલું દ્રવ્યમન કે એકલું ભાવમન કાર્યશીલ થઈ શકતું નથી. દ્રવ્યમન પૌદ્ગલિક હોવા છતાં જ્ઞાનશક્તિ તેના વગર કાર્ય કરી શકતી નથી. તો પછી સારાનઠારા વિકલ્પો કોણ કરે છે ? તેને કારણે સુખ-દુઃખ ઊભાં થાય છે તેને માટે જવાબદાર કોણ છે !
સામાન્ય રીતે એમ કહેવાય છે. એ સર્વે મનને લઈને છે.
સમાધિશતક Jain Education international
For Private & Personal Use Only
૧૧૧ www.jainelibrary.org