________________
મન જ માનવનું શત્રુ છે, અને મન જ માનવનું મિત્ર છે. થોડા ઊંડા ઊતરીને વિચારીશું તો સમજાશે પૌગલિક મન જડ છે. તેમાં કઈ રીતે સારાખોટા ભાવ જન્મ, જડ તો હંમેશાં જડ રહે. તેથી જેને આપણે ભાવમન કહીએ છીએ કે જે ચેતન મન છે. જેને ઉપયોગ પણ કહેવામાં આવે છે. આ ઉપયોગની શુદ્ધિ-અશુદ્ધિ સાથે મનને સંબંધ છે, અને મનની પ્રવૃત્તિ સાથે ઉપયોગને સંબંધ છે.
મન સંકલ્પ-વિકલ્પનો અખૂટ ખજાનો છે. એ સંકલ્પ-વિકલ્પથી મન ચંચળ બને છે. તેથી તેમાં વ્યગ્રતા હોય છે, વ્યગ્રતા શમાવવા માટે મનની એકાગ્રતા જરૂરી છે. કારણ કે સાધનાનું અપેક્ષિત સાધન મન છે. ચેતના મન સાથે જોડાયેલી છે. માટે મનને એકાગ્ર કરવાની જરૂર રહે છે. ચેતના પૂર્વસંસ્કારોથી ગ્રસિત છે. તેથી જો ચેતનાની ધારા નિર્મળ હોય તો મન પણ નિર્મળ રહે છે. ચેતનાની ધારામાં રાગાદિ ભાવ હોય તો મનમાં પણ તેવી જ મલિનતા આવે છે.
પ્રાણીમાત્રમાં ચેતના સમાન છે. તેનો વિકાસ અસમાન છે. જ્ઞાનના આવરણને કારણે ચેતનાનો વિકાસ મંદ હોય છે. આવરણ ઘટે તેમ ચેતના વિકાસ પામે. માનવજીવનમાં વિચારશક્તિના સઉપયોગ દ્વારા શુદ્ધિ થાય તો જ્ઞાનનું આવરણ ઘટે. જ્ઞાનથી પ્રેરિત મન નિરંતર સમ્ય પ્રકારે વર્તે છે.
આ મનનું રાજ્ય દુન્યવી રાજ્ય કરતાં પણ વધુ વ્યાપક છે. આકાશ-પાતાળ સર્વત્ર તે વિસ્તરી જાય છે. કોઈ પણ ઝડપી વાહન કરતાં મનનો વેગ વધુ છે. એક શસ્ત્ર દ્વારા જેટલી હિંસા થાય તેના કરતાં અનેકગણી હિંસા માનસિક ક્રૂરતાથી થઈ શકે છે. આ સર્વ સામે એક બીજી શક્તિ એ છે કે તે મન દ્વારા માનવ મુક્તિની સાધના કરી શકે છે.
આ મન વિષમ ભાવમાં વર્તે ત્યારે અતિ ચંચળ હોય છે. વળી, મન એક, પણ તેના તરંગોમાં પરસ્પર વિરોધ હોય છે. એક વાર મન કહે છે આ પદાર્થ ખાવા જેવો છે. તરત જ એ મનનો તરંગ બદલાય છે ને કહે છે આ પદાર્થ ખાવા જેવો નથી. એક મન કહે છે કે આ વસ્ત્ર સુંદર છે. બીજો તરંગ કોઈના વસ્ત્ર સાથે
૧૧૨ Jain Education International
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
For Private & Personal Use Only