________________
ભય પામતા નથી તે સર્વે દેહની અવસ્થા છે તેમ જાણી તે તેનાથી ભિન્નભાવે રહે છે. આવી ભિન્નતાનો બોધ આત્માને નિર્ભય રાખે છે. દરેક અવસ્થામાં તેઓ અનુભવે છે કે હું મરતો નથી. દેહ બદલાય છે અને અંતે એક વાર દેહમુક્તિ અવશ્ય છે.
જ્ઞાની શરીરની ઉત્પત્તિથી આત્માની ઉત્પત્તિ માનતા નથી. તેથી શરીરનો નાશ થતાં મારો નાશ થશે તેવો ભય સેવતા નથી. વળી તેઓ જાણે છે કે જેમ ધનનો નાશ થતાં શરીરનો નાશ થતો નથી, કારણ કે બંને દ્રવ્યો ભિન્ન છે, તેમ શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. તેથી જ્ઞાનીને મરણના ભયની કોઈ આકુળતા થતી નથી.
જ્ઞાની જાણે છે કે આ શરીર સાધનાને યોગ્ય નહિ હોય ત્યારે તેનો સંયોગ દૂર થશે અને સાધના માટે નવું શરીર મળશે. ક્રમે કરીને શરીર પણ સર્વથા દૂર થશે. રોગ અને કષ્ટવાળા શરીરના દુ:ખથી મુક્ત કરનાર મૃત્યુ ઉપકારી છે. મૃત્યુના ભયથી મૂંઝાતો નવો જન્મ ધારણ કરે છે. માટે જ્ઞાની મરણના ભયરહિત આત્મભાવના વડે સમાધિ-મરણ કરે છે. ક્રમે કરીને દેહથી આત્યંતિકપણે મુક્ત થાય છે.
व्यवहारे सुषुप्तो यः, स जागांत्मगोचरे ।
जागर्ति व्यवहारेऽस्मिन्, सुषुत्पोश्चात्मगोचरे ॥७॥ સૂતો જે વ્યવહારમાં, તે જાગે નિજમાંય; જાગૃત જે વ્યવહારમાં, સુષુપ્ત આત્મામાંય. ૭૮ અર્થ : જે વ્યવહારમાં સૂતેલો છે. તે આત્મવિષયમાં જાગતો છે અને જે વ્યવહારમાં જાગે છે તે આત્માના વિષયમાં સૂતેલો છે.
વ્યવહારમાં જાગતો એટલે દેહભાવમાં રાચતો. વિશ્વની જીવસૃષ્ટિનાં પ્રાણીમાત્ર પોતાની કક્ષામાં પ્રવૃત્ત છે. અતિપ્રવૃત્ત છે. વનસ્પતિ પણ પોતાની સંજ્ઞાઓ દ્વારા જીવનપોષણ માટે પ્રવૃત્ત છે, જંતુ વગેરે પણ જીવનપોષણ માટે પ્રવૃત્ત છે, પશુ-પંખી પણ દિવસરાત સક્રિય હોય છે. અને માનવની પ્રવૃત્તિની કોઈ સીમા નથી. એટલે જાગતો જણાતો
સમાધિશતક
૨૦૧
7 Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org