________________
છતાં તે ઊંઘતો છે. અર્થાત્ ઊંઘતો ન હોવા છતાં ઊંધેલો છે.
વ્યવહારમાં જાગતો એટલે આત્મભાનરહિત મોહનિદ્રામાં રાચતો. દેહના સુખમાં જ પ્રવૃત્ત છે તે જાગતો છતાં સૂતેલો છે. અહોરાત્ર પંચેન્દ્રિયના વિષયમાં આસક્ત ખુલ્લી આંખ હોવાથી જાગતો છે, પરંતુ આત્મભાનરહિત હોવાથી તે આત્મવિષયમાં ઊંઘતો છે.
મન વડે અનેક સંકલ્પો-વિકલ્પોનાં વમળોમાં અટવાતો, વચન વડે નિરંતર વ્યાકુળતા સેવતો, શરીર વડે સંસારનાં પ્રયોજનોમાં રહેતો સક્રિય અને જાગતો છતાં આત્મવિષયમાં સૂતેલો છે. ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ સંસારના પ્રકારો અને પ્રસંગોમાં તેને સુખનું પ્રયોજન ભાસે છે. તેમાં સુખદુઃખાદિની લાગણીઓનાં મોજાં ઊછળે છે, તેની મોહમાયામાં રહેતો જીવ આત્મવિષયમાં ઊંઘતો છે.
વ્યવહારમાં સંસારમાં આસક્ત જીવને પુદ્ગલના પ્રપંચમાં વૃત્તિ છે. પુદ્ગલોને ગ્રહણ કરવામાં, તેમાં જ પ્રવૃત્ત રહેવામાં તે જૂના કાળથી આદતવાળો છે. તેથી તેને તેનાથી છૂટવું પણ કઠણ છે. તેથી તેને આત્મભાન થતું નથી. વ્યવહારમાં કુશળ એવો તે માને છે કે મારે આત્મભાનની જરૂર શી છે ? તે ઊંઘતો છે.
વ્યવહારે-સંસારભાવે મળેલું આ શરીર કારાગૃહ છે, તેમાં તને કેમ ગમી ગયું છે ? એમ જે વિચારે છે. મન, વચન અને કાયાના યોગની પ્રવૃત્તિમાં જાગ્રત છે, તે કદાચ વ્યવહારમાં શિથિલ લાગે પણ તે આત્મભાન સહિત છે. સર્પના ૨ાડા પાસે કે સિંહની ગુફા પાસે રાતવાસો ગાળવાનો આવે તો કેવો સાવધાન રહે ? તેમ જ્ઞાની વ્યવહારમાં પ્રવૃત્ત છતાં જાગૃત છે. સત્ પુરુષના વ્યવહારને અનુસરીને ભવનો છેદ કરે છે.
જ્ઞાનીના જ્ઞાનમય સ્વરૂપમાં આ વિશ્વ જેવું છે તેવું જણાય છે, તેમનું ચિત્ત નિર્મળ હોવાથી વ્યવહારિક કાર્યોમાં સાક્ષી રહે છે, પરંતુ માયાપ્રપંચનાં પડળ તેમને અજ્ઞાન તરફ દોરી જતાં નથી. તે સદાય જાગૃત છે. વ્યવહારમાં કમળની જેમ નિર્લેપ છે. દુર્ધટ એવા આ સંસારથી સદાય સાવધાન રહે છે.
૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org