________________
ચિત્તની ચાર અવસ્થાઓ કહી છે : નિદ્રા, સુપન, જાગૃતિ અને તુરિયાવસ્થા (આત્મજાગૃતિ). નિદ્રા એ શરીરને આરામદાયી છતાં ચિત્ત માટે તે આવરણતમ છે. નિદ્રા સમયે જીવને જીવસ્વરૂપનું ભાન નથી રહેતું. વળી સ્વપ્નદશામાં તો નિદ્રા કરતાં પણ જીવને ખોટામાં પણ સાચાની ભ્રાંતિ પેદા કરે છે. સ્વપ્નમાં સિંહ દેખાય તો ભયથી ધ્રુજવા માંડે. જાગ્રત અને બાહ્ય પ્રવૃત્તિમાં એકાકાર થવું એ જાગૃતિ ઘણા આવેગ અને અસ્થિરતાવાળી છે. આથી નિદ્રામાં સૂતેલો કે સ્વપ્નમાં રાચતો જીવ ઊંઘતો છે. અને વ્યવહારમાં પ્રવૃત્ત છે તે પણ આત્મા પ્રત્યે અબોધ છે. કેવળ જેની ઉજાગર, તુરિયાવસ્થા છે, તે આત્મભાનની ઉત્કૃષ્ટ જાગૃતિવાળો છે.
અર્થાત્ વ્યવહારમાં એટલે મોહાદિ પ્રપંચમાં જે નિવૃત્ત છે, સૂતેલો છે, કર્તા-ભોક્તાપણે વર્તતો નથી તે આત્માના વિષયમાં જાગ્રત છે. અર્થાત્ તે આત્મસ્વરૂપના બોધવાળો છે, પણ જે વ્યવહારની સંસારની અનેક વિષમતામાં રહેવાવાળો છે. પાંચમાં પુછાતો બુદ્ધિમાન હોય તો પણ તે આત્મવિષયમાં અભાન હોવાથી ઊંઘતો છે. જે સંસારના વિષયાદિને જાણે છે પરંતુ સેવતો નથી તે જાગતો છે.
‘નિદ્રા સુપન જાગર ઉજાગરતા તૂરિયાવસ્થા આવી. નિદ્રા સુપન દશા રિસાણી જાણી ન નાથ મનાવી.”
શ્રી આનંદઘનજી સોવત હૈ નિજ ભાવમે, જાગે જે વ્યવહાર, સૂતો આતમભાવ મેં, સદા સ્વરૂપ આધાર. છંદ-૬૩
જેને સ્વસ્વરૂપનું ભાન નથી તેને દુનિયાનો વ્યવહાર સત્ રૂપે જણાય છે. તેને મનમાં જેવી દુનિયા દેખાય છે તેવી માને છે. પુણ્યયોગે ઝગારા મારતા સંયોગને પોતાનું જીવન માને છે. અને ઝળહળ જ્યોતિ સ્વરૂપ જે પ્રગટ નિધાન છે તેને તે જાણતો નથી તે સૂતેલો છે. વ્યવહારમાં તેની કીર્તિ વડે પંકાતો હોય તો પણ તે અજાગ્રત છે.
આત્મસ્વરૂપના જ્ઞાન વગરનો માનવ બુદ્ધિ-ચાતુર્યમાં આ જગતમાં
સમાધિશતક Jain Education International
૨૦૩ www.jainelibrary.org
For Private & Personal Use Only