________________
નામાંકિત હોય તો પણ તે પરમાર્થમાર્ગ પામતો નથી. કારણ કે ચર્મચક્ષુ વડે તે સ્વરૂપ પ્રાપ્ત કરી શકતો નથી, અંતરચક્ષુના આધાર વડે સ્વરૂપની પ્રાપ્તિ હોય છે.
પોતાની નિર્વિકલ્પ દશારૂપ અવસ્થાના ભાન વગરનો જીવ સૂતો છે, અજ્ઞાન છે, શુભની પ્રવૃત્તિ કરવાની અને અશુભની નિવૃત્તિ, વિધિ કે નિષેધના નિરંતર વિકલ્પવાળો જીવ મોક્ષના પ્રયોજનના સાધનમાં સૂતો છે, વિકલ્પયુક્ત વ્યવહારથી આત્મજ્ઞાન થતું નથી. જ્ઞાનીને ભક્તિના શુભભાવ આવે પરંતુ તેમનો પુનઃ પ્રયાસ નિવૃત્તિનો છે, તેઓ સદા આત્મસ્વરૂપની ભાવનાવાળા હોય છે. રાગનો ઉદય આવતાં જો ભક્તિઆદિ ન કરે તો અશુભરાગ થાય, તેથી તે છોડવા માટે જ ભક્તિનું પ્રયોજન છે. મોક્ષમાર્ગમાં તે બાહ્યકારણભૂત છે. પરંતુ તે ભાવમાં અટકી જતાં નથી પરંતુ શુદ્ધ ઉપયોગને માટે ઉદ્યમવંત રહી પરમપદને પામે છે.
आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः । तयोरन्तर विज्ञानादभ्यासादच्युतो भवेत् ॥७९॥ અંદર દેખી આત્મને, દેહાદિકને બાહ્ય,
ભેદજ્ઞાન-અભ્યાસથી શિવપદં-પ્રાપ્તિ થાય. ૭૯ અર્થ : આત્માને અંતરચક્ષુ વડે જાણે અને દેહાદિકને પર જાણે છે તે અંતરજ્ઞાન વડે મુક્ત થાય.
સાધક જ્યારે અંતરચક્ષુ વડે સ્વરૂપનું દર્શન કરે છે ત્યારે અંતરમાં રહેલા સુખનો અનુભવ કરે છે. તેને આ જગતના બાહ્ય સ્થાવર અને ચલિત પદાર્થો સ્વપ્ન જેવા ભાસે છે. સૂર્યના ઉદય અને અસ્તની જેમ તે પ્રાણીઓના જન્મ અને મરણને જુએ છે, ત્યારે બાહ્ય દષ્ટિ કરીને મૂંઝાય છે. તે જાણે છે કે વિષયો એ જ વિષમતા છે, અને હું તો સમતાસ્વરૂપ છું.
જગત રાગ-દ્વેષ, હર્ષ-શોક, રતિ-અરતિ અને સુખદુઃખના કંઠવાળું છે. હું તો કંઢાતીત સ્થિર-ધ્રુવ અને અચલ છું. બહારના ચળકાટને જ્ઞાની કાચનો ચળકાટ જાણે છે. અમાસની રાત્રે ચંદ્ર અંધકારને કેવી
૨૦૪
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org