________________
રીતે દૂર કરે ! તેમ અંતરનો અંધકાર આત્માના અજ્ઞાનને કેવી રીતે દૂર કરે ! બહારમાં દેહાદિકને જુએ છે ત્યારે તેની ક્ષણિકતાનું દર્શન કરે છે. આથી, જેમ અગ્નિથી દેહ જલે તેમ જ્ઞાની તૃષ્ણાના વિચારને પણ સહી શકતા નથી. બહારમાં દેખાતા વૈભવને તેઓ વિજળીના ઝબકારા જેવો માને છે. પ્રભુતા-માનને પતંગના કાચા રંગ જેવો માને છે. યૌવનને તો જળના પ્રવાહ જેવું માને છે. રોગ, વૃદ્ધાવસ્થા, મરણને તો દેહનો ધર્મ જાણે છે. એથી જગતના અનર્થકારી ખાડામાં તેઓ કૂદી પડતા નથી પરંતુ લોકાગ્રે સિદ્ધશિલા પર પોતાનો વાસ ઇચ્છે છે કે જ્યાં જન્મમરણનું હૃદ્ધ નથી. આધિ, વ્યાધિ, ઉપાધિનો ત્રિવિધ તાપ નથી. ભયનું જ્યાં રાજ્ય નથી. અંતરમાં આત્મસ્વરૂપનું આવું દર્શન કરી જ્ઞાની મુક્ત થાય છે.
અનાદિ કાળથી ચર્મચક્ષુ વડે, બહિર્મુખ દૃષ્ટિ કરીને જીવે બહાર શું જોયું ? પળે પળે પલટાતા અસ્થિર પદાર્થો જોયા, અને સંસારમાં ભમ્યો. અંતરચક્ષુ વડે જ્યારે તેણે ચિદાનંદને જોયો ત્યારે ચકિત થઈ ગયો. અને ત્યાં જ ઠરી ગયો. સ્વ-પર-પ્રકાશક એવા જ્યોતિસ્વરૂપ આત્મામાં નિમગ્ન થતાં ત્યાં તેણે અપાર આનંદ અનુભવ્યો. જ્ઞાની પુરુષોના આચરણને સાધક અનુસરે છે, અને દેહાદિક બહારના દેશ્યને ગૌણ કરે છે. આત્માનું નિર્મળપણું હોવાથી જગત તેમાં પ્રતિબિંબિત થાય છે. તે વાસ્તવમાં જ્ઞાનસ્વરૂપનો પ્રતિભાસ છે. તેથી જ્ઞાની આત્માને આત્મારૂપે જાણી, જગતને કેવળ શેયરૂપ માની તેનો વિકલ્પ કરતા નથી.
તીર્થકરાદિએ ભેદજ્ઞાનના ઉપાયમાં જગતના પદાર્થોને ત્રણ પ્રકારે દર્શાવ્યું. શેય, ઉપાદેય અને હેયના સવિચારથી આત્માને વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જણાય છે. વારંવાર તેનો અભ્યાસ કરવાથી ચંચળ ચિત્ત સ્થિર થાય છે. કર્તાભોક્તાભાવ શમે છે. ભોગ રોગ સમ જણાય છે. કેવળ શેયને જાણે છે અને સ્વમાં ઠરે છે. આત્મહિતનાં કારણોને ત્યજે છે, આત્માને ઉપાદેય માને છે.
અંતરાત્મા ઉપયોગને બહારના વિષયોમાંથી ખેંચીને સ્વ પ્રત્યે વાળે છે ત્યારે તે ઉપયોગની શુદ્ધિ અંતરના વૈભવનો અનુભવ કરે
૨૦૫
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org