________________
કરવાની શક્તિનું ભાન કરાવે છે કે કર્મો કરવાં તો એવાં કરવાં તે સ્વયં નષ્ટ થઈ જાય.
અર્થાત્ પ્રવૃત્તિધર્મથી નિવૃત્ત થઈ નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ સમ્યમ્ પ્રકારે કરવી કે જે આવરણને ટાળવા સહાયક બને. નિરાવરણ જ્ઞાન પ્રગટે અને જીવ પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે. પરમાત્માનું સ્વરૂપ :
કર્મની બાહુલ્યતાથી બહિર્મુખ એવા જીવને યોગાનુયોગ સંતોનો યોગ થાય છે અને સ્વરૂપ લક્ષ્યની રુચિ થાય છે તે જ આત્મા ક્રમે કરી અંતરાત્મપણે સ્થિત થાય છે, જેણે અંતરદશામાં રહેલા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કર્યું, પ્રતીતિ કરી અને પ્રજ્ઞા વડે અનુભવ કર્યો તે હવે કાર્યની સિદ્ધિ કર્યા વગર જંપીને બેસતો નથી.
પરમાત્મસ્વરૂપની પૂર્ણતાને તેણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારી છે. તે અંતરાત્મા ગુણશ્રેણિના સોપાન પર આરૂઢ થઈ તેરમે દેહધારી સયોગી અને ચૌદગુણસ્થાને દેહરહિત અયોગી પરમાત્માપણે પ્રસિદ્ધ થાય છે. તેમનું જ્ઞાન નિરાવરણ બને છે. હવે જ્ઞાન, જ્ઞાતા અને શેયનો ભેદ નથી. ત્રણેની સમાપત્તિ થઈ પૂર્ણજ્ઞાનસ્વરૂપે નિર્વિકલ્પ દશા પ્રગટે છે. ક્રમિક જ્ઞાન અને સ્વરૂપનો વિકાસ હવે ક્રમથી અબાધિત થાય છે. સાધક અવસ્થામાં વિકાસનો ક્રમ હોય છે.
પૂર્ણ વીતરાગતા એ પરમાત્માનું સ્વરૂપ છે, જેમાં જ્ઞાનાદિ સર્વ ગુણો પૂર્ણપણે પ્રગટે છે. તે પોતાના સ્વરૂપમાં જ તન્મય છે. પૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂક્યા છે. જે પોતાના શુદ્ધ સ્વરૂપને નિરંતર અનુભવે છે જાણે છે અને અન્યના સર્વ ભાવોને જાણે છે તે પરમાત્મા છે, સ્વયં સર્વ પરભાવથી સર્વથા મુક્ત છે.
પરમાત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા થતાં સાધક પોતાના પરમાત્મસ્વરૂપનો સ્વીકાર કરે છે. અને અંતરાત્મપણે સ્થિરતા અને શુદ્ધિમાં રહી સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રકાશે છે. જે જીવની સ્વાભાવિક દશા છે. પૂર્ણ દશા એટલે ન કંઈ ઘટે, ન કંઈ વધે. પરમાત્મસ્વરૂપની પૂર્ણતામાં કંઈ ઘટતું નથી, અને તેમાં કશું ઉમેરવાનું નથી. આખરે
૨૯૦
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only