________________
તે દશા મતિની ગતિરહિત વચનાતીત છે.
નયનું અવલંબન
નિશ્ચયનય સ્વભાવને આધારે તત્ત્વ જાણે છે. જેમકે આત્મા સ્વભાવે શુદ્ધ છે. અને તેના આશ્રયે પ્રયોગ કરે તો નિશ્ચયદૃષ્ટિ પરિણત થાય છે. વ્યવહારનય, પરના આધારે સ્વની ઓળખાણ આપે જેમકે આત્મા કર્મોના આવરણથી મલિન છે.
વ્યવહારનયથી મલિનતા જાણે અને નિશ્ચયનયથી મલિનતાને છૂટી પાડવાનો પ્રયોગ કરે, તો અશુદ્ધ દૃષ્ટિ ટળે. શુદ્ધ દૃષ્ટિનું બળ વધે, તેમ તેમ આત્મા વધુ શુદ્ધતા પામી સંપૂર્ણપણે સ્વાશ્રયી થઈને મુક્ત થાય.
વ્યવહારે લખ દોહિલા, કાંઈ ના આવે હાથ રે, શુદ્ધ નય સ્થાપના સેવતાં, નહિ રહે દુવિધા સાથ રે.
નિશ્ચય કાળ અને સ્થળથી અબાધિત એવી શુદ્ધ દશાનું ભાન કરાવે છે. વ્યવહાર વર્તમાન અવસ્થા જણાવે છે. માટે નિશ્ચયનયથી નિર્ણય કરે, અને વ્યવહારનયથી જાણેલી અશુદ્ધિને ટાળે તો જિનાજ્ઞાનું માહાત્મ્ય સમજાય. અને પરમાર્થ પામી શકાય. આત્માર્થી જ્ઞાનીના વચન અનુસાર જ્યાં જે યોગ્ય છે તેને આરાધે છે. એકાંતથી આત્મહિતને ત્યજતા નથી.
નિશ્ચયને લક્ષમાં રાખી સાધક સંપૂર્ણ શુદ્ધતામાં પરિણમે નહિ ત્યાં સુધી વ્યવહારદૃષ્ટિ ત્યજી દેતા નથી. સાધનાકાળમાં બંને કાર્યકારી છે. એક જનય આત્મહિતમાં બાધક છે. શુદ્ધાત્માની ઓળખાણ થવામાં દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્સંગ, સસ્મરણ આદિ સાધનો છે, શુદ્ધાત્મામાં લય થતાં પહેલાં આ સાધનો છોડી દે તો તે અજ્ઞાન છે. સાચો સાધક કાર્ય થયા પહેલાં કારણને છોડી ન દે.
નિશ્ચયદૃષ્ટિ હૃદે ધરીજી, પાળે જે વ્યવહાર,
પુણ્યવંત તે પામશે જી,
ભવસાગરનો પાર.
ભલે અશુદ્ધ નયથી જોતાં આત્મા અશુદ્ધ જણાય, પરંતુ શુદ્ધ દૃષ્ટિથી જોતાં વિરલા જીવોને જ શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ થાય છે.
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૨૯૧
www.jainelibrary.org