________________
માટે સાધક પરમાર્થને ઉચિત તેવા સદ્ભુત વ્યવહારને સેવે છે, તત્ત્વદૃષ્ટિ વડે બોધ પામી શુદ્ધાત્માપણે પ્રગટ થાય છે, માટે નિશ્ચયદૃષ્ટિનું લક્ષ્ય એ પરમાર્થમાર્ગનું ઘોતક છે. અસદ્ વ્યવહારની મુખ્યતા કરીને જે તત્ત્વદૃષ્ટિને અવગણે છે તેનો સંસાર વધે છે. બાહ્યદૃષ્ટિએ જોતાં, અસર્વ્યવહારરૂપ બાહ્ય ક્રિયાઓ દ્વારા લાગે કે ધર્મ પામું છું. વાસ્તવમાં તે ક્લેશ અને કષ્ટને પામે છે. જ્યારે શુદ્ધનયમાં કોઈ આપત્તિ નથી. જો તું આત્મસ્વરૂપને પામ્યો છું તો તારે શિષ્યવૃંદની ઉપાધિ, શાસ્ત્રોનું સંગઠન કે લોકમેળાની જરૂર નહિ રહે. ફક્ત પરમાર્થદૃષ્ટિયુક્ત વ્યવહારનું અવલંબન લઈ નિશ્ચયદૃષ્ટિને અવલંબે છે તે શુદ્ધાત્માને પામે છે.
તત્ત્વજ્ઞાની જ્યારે શુદ્ધ આત્મસ્વરૂપથી ચલિત થાય છે ત્યારે વ્યવહારનું આલંબન લે છે, પરંતુ જ્યારે ધ્યાનદશામાં લીન થાય છે ત્યારે વ્યવહારનું અવલંબન મૂકી દે છે, મુકાઈ જાય છે અને કથંચિત ધ્યાનદશા છૂટી જાય તો સ્વાધ્યાય આદિનું સત્ અવલંબન રાખે છે. જો આ પ્રમાણે સાધના ના કરે તો પૂર્ણતા પામતાં પહેલાં પડવાનાં અનેક સ્થાનકો આવે છે. જિનાજ્ઞારૂપ માર્ગ જ એ છે કે નિશ્ચયદૃષ્ટિ સત્ સાધન દ્વારા સાધવા યોગ્ય છે, તેમાં કારણ વ્યવહારનય છે, કારણ વગર કાર્ય નીપજતું નથી. સર્વ્યવહારના અવલંબનથી નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. માટે એકેયનો એકાંતે આગ્રહ ન કરતાં આત્મહિત સાધ્ય થાય તેમ બંને નયને સાપેક્ષ ગ્રહણ કરવા તો નયનું અવલંબન હિતકારી છે. બંને નય આંખ-પાંખ જેવા છે, તત્ત્વજ્ઞાની અંતરમાં નિશ્ચયનો આદર રાખે છે પરંતુ પૂર્ણતાએ પહોંચવા માટે સત્ ક્રિયાને વ્યવહાર સમજીને કરે છે. તેથી તે પરમાર્થ પૂર્ણપણે પામે છે. સોનાની શુદ્ધ અને અશુદ્ધ બંને અવસ્થાને લક્ષ્યમાં લઈ તેની શુદ્ધિનો પ્રયોગ કરવામાં આવે છે. તેમ બંને વ્યવહાર માટે છે.
યોગની વિશેષતા (પરમતેજ ગ્રંથના આધારે) :
ગ્રંથકારે યોગના અસંખ્ય ભેદ કહ્યા છે, માર્ગમાં જોડતા પરિણામને ‘યોગ' કહ્યો છે. છે, તે શુભાશુભ આસ્રવનું કારણ છે.
૨૯૨
Jain Education International
યોગ
જોડાવું. મોક્ષમનાદિયોગ પ્રવૃત્તિજનક પણ અહીં ગ્રંથકારે જે
For Private & Personal Use Only
=
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org