________________
અધ્યાત્મયોગ દર્શાવ્યો છે, તે તો મોક્ષના બીજરૂપ છે. જેમાંથી મોક્ષરૂપી ફળ નીપજે છે.
યોગની ભૂમિકાને અનુસરીને શાસ્ત્રકારે ત્રણ વિશિષ્ટ યોગનું નિરૂપણ કર્યું છે.
૧. ઇચ્છાયોગ, ૨. શાસ્ત્રયોગ, ૩. સામર્થ્યયોગ.
આ ત્રણે યોગ તાત્ત્વિક ધર્મની પ્રવૃત્તિસ્વરૂપ છે. તે ભૂમિકા અનુસાર હોય છે.
ઇચ્છાયોગ = ધર્મપ્રવૃત્તિની ઇચ્છાની મુખ્યતા શાસ્ત્રયોગ = શાસ્ત્રશ્રવણ-અધ્યયનની મુખ્યતા સામર્થ્યયોગ = જેમાં આત્મસામર્થ્યની મુખ્યતા
ઇચ્છાયોગઃ સાધક પ્રારંભની ભૂમિકામાં શુદ્ધ ધર્મનું પાલન કરી શકતો નથી. સર્વજ્ઞકથિત તાત્ત્વિક ધર્મ ધારણ થતો નથી. શુદ્ધ સ્વભાવમાં સામર્થ્ય ટકતું નથી. પરંતુ તે જ્યારે ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંશય, અસ્થિરતા, નૂટિઓ મોહજનિત કષાયો, રાગાદિ ભાવો હોય છે. છતાં તેની ધર્મ કરવાની પ્રબળ ઈચ્છાની મુખ્યતા ગણી તેની ધર્મસાધનાને ઇચ્છાયોગ કહ્યો છે.
ધર્મ કરવાની ઇચ્છાવાળો અને આગમશ્રવણવાળો તત્ત્વનો આદરણીય જ્ઞાની છતાં પ્રમાદને લીધે જે ત્રુટિવાળી ધર્મપ્રવૃત્તિ છે એને ઈચ્છાયોગ કહે છે.”
ઇચ્છાયોગની ભૂમિકામાં ધર્મપ્રવૃત્તિના ચાર પ્રકાર છે. ૧. કોઈ આશંસા વિના જ કર્મના ક્ષયોપશમથી ધર્મ કરવાની ઇચ્છા. ૨. તે ધર્મની યથાર્થતાવાળું આગમનું કરેલું શ્રવણ. (શ્રુતજ્ઞાની) ૩. તે શ્રવણથી સર્વજ્ઞકથિત ધર્મના તત્વનું જ્ઞાન. (સમ્યગ્દષ્ટિ) ૪. વિકથાદિ પ્રમાદવશ ખામીવાળી ધર્મસાધના.
આ ઈચ્છાયોગની ભૂમિકા સમ્યગ્દષ્ટિવંતની હોય છે. એથી સમજાશે કે ઇચ્છાયોગ પણ ઉચ્ચ કોટિનો યોગ છે. જ્યાં પર પદાર્થોની ઇચ્છાઓ શમી જાય છે. અને માત્ર મોક્ષને વિશેનો
સમાધિશતક
૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org