________________
અભિલાષ હોય છે.
આશંસા : ધન, માન કે આલોક-પરલોકના સુખની આશા-અપેક્ષારહિત કેવળ શુદ્ધ ધર્મની ભાવના છે, સર્વજ્ઞકથિત ધર્મમાં જ પ્રવૃત્ત, તે સિવાય કોઈ અન્ય ધર્મના ફળની ઇચ્છારહિત આ ઇચ્છાયોગ છે. ધર્મક્રિયા દંભથી કરે, કે અન્ય તેને ધર્મી કહે તેવી ઇચ્છાથી કરે, તે સર્વ ઔદિયભાવની ધર્મપ્રવૃત્તિ છે, તેના વડે સંસાર– પરિભ્રમણ વૃદ્ધિ પામે છે. પરંતુ આ સાધક રાગાદિ ભાવને મંદ કરે છે ક્રોધાદિ કષાયોને શમાવે છે, પરપદાર્થની સુખબુદ્ધિને ઘટાડી અને શુભભાવની વૃદ્ધિ કરે છે, તેવા ક્ષયોપશમભાવે ધર્મ કરવાની ઇચ્છા તે ઇચ્છાયોગ છે.
ધર્મ એ મોક્ષનું સાધન છે. તેમ જાણીને નિષ્કપટભાવે, નિર્દભ થઈ, સંસારસુખનાં ફળની આકાંક્ષારહિત સાચી અંતરંગ ઇચ્છા થવી તે આ ઇચ્છાયોગનું માહાત્મ્ય છે. જીવને જેમાં હિત લાગે તેની પ્રથમ ઇચ્છા થાય છે તેમ સાધકને પ્રથમ ધર્મપ્રવૃત્તિની ઇચ્છા થાય છે.
આવશ્યક ક્રિયાના સૂત્રમાં પણ આ ઇચ્છાયોગનો નિર્દેશ મળે છે. ઇચ્છામિ, ઇચ્છકાર, ઇચ્છાકારેણ. આ સૂત્રોથી જણાય છે કે સાચી ઇચ્છા કે તીવ્ર જિજ્ઞાસા વગર સાધક ધર્મપ્રવૃત્તિમાં ટકી શકે નહિ. વળી ધર્મ પામવાની દૃઢતાવાળા સાધકને શ્રુતજ્ઞાન હોવું જરૂરી છે. અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરવા શ્રુતજ્ઞાન દીપકને સ્થાને છે. અધ્યાત્મમાર્ગ આમ અનેક વૈભવવાળો હોય છે.
૨. શ્રુતજ્ઞાન = ધર્મરૂપ આગમનું શ્રવણ
જન્મમરણનો અંત લાવનાર જે તાત્ત્વિક ધર્મ છે, તેની રુચિ થવી તે સાધકની ઉત્તમ ભાવના છે. પરંતુ જેમ સંસારના કેવળ કોઈ પ્રયોજનનો વિચાર કરવાથી તે કાર્ય સિદ્ધ થતું નથી. પરંતુ તે વિચાર પ્રમાણે કાર્ય થવામાં જ્ઞાનની જરૂર પડે છે. તેમ ધર્મપ્રાપ્તિની ભાવના થાય ત્યારે તે ધર્મ યથાર્થપણે થાય, પાત્રતા કેળવાય, સંસ્કારો દૃઢ થાય. રુચિની વૃદ્ધિ થાય તે માટે આગમ-શાસ્ત્રનું શ્રવણ જરૂરી છે.
૨૯૪
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org