________________
શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ કરે છે. ત્યારે સર્વસંગપરિત્યાગી થઈ મધ્યમ અંતરાત્મપણે હોય છે.
જ્યાં દેહાત્મબુદ્ધિ સ્વપ્ન પણ નથી થતી. સર્વ અવસ્થામાં દેહથી ભિન્ન એવું શ્રદ્ધાન નિરંતર રહે છે. જડ-ચેતન પદાર્થો પ્રત્યે પ્રિયતા
અપ્રિયતા રહિત સમાનતાનો ભાવ છે. ઉદાસીનતા જેમની અંતરંગ દશા છે તે અંતરાત્મા છે. સર્વ કામનાઓથી મુક્ત, કેવળ જે આત્મામાં જ સંતુષ્ટ છે. તેમને મોહાદિ નડતા નથી, તે મધ્યમ અંતરાત્મા છે.
બહિરાત્મપણું ટળ્યા પછી અંતરાત્મદશાની અવસ્થાઓના પણ ભેદ પડે છે. છતાં અંતરાત્મા જ્ઞાનદશાની દોરને ચૂકતા નથી. વ્યવહારમાં હોવા છતાં નિર્લેપ રહે છે. અને ઉચ્ચ ભૂમિકામાં તો તે વ્યવહારથી નિવૃત્ત થઈ જાય છે. એકાંતે અંતરખોજ દ્વારા પૂર્વકર્મકૃત રહેલા સૂક્ષ્મ સંસ્કારોને સુભટની જેમ નાશ કરે છે. જગતમાં પ્રપંચથી નિરાળા અને પોતાની દશામાં જ લય પામીને સ્વરૂપમાં રમણ કરે છે. શ્રેણીમાં આરૂઢ થયેલા ઉત્કૃષ્ટ અંતરાત્મા છે.
અંતરાત્માનું જીવન યોગક્રિયાયુક્ત હોય છે. પ્રથમ દશામાં વ્રતાદિનો વિકલ્પ હોય છે. પરંતુ યોગદશામાં અંતરશુદ્ધિનો વિકાસ હવે વ્રતાદિના વિકલ્પને બદલે સહજ દશામાં જે તપાદિ થાય તે થાય છે. કેવળ જ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન એ જ તેમનું કર્તવ્ય શેષ રહે છે.
અંતમાં ગ્રંથકારે જગતના જીવના ઉત્થાન અને પતનના પ્રકારો દર્શાવી પ્રસ્તુત ગ્રંથમાં રાજમાર્ગ આપ્યો છે. આત્મસ્વરૂપની ગહનતાને વિશદતાથી વિચારતાં મનુષ્યજન્મનું કાર્ય કેવું અદ્ભુત છે તે સમજાય છે. સંસારની ચારે ગતિમાં નરક, તિર્યંચ અને દેવભૂમિમાં કેવળ ભોગદશા છે, તેમાં દુ:ખ હોય કે સુખ પણ તે ભોગભૂમિ છે. મનુષ્યની ભૂમિ ભોગભૂમિ હોવા છતાં સવિશેષ કર્મભૂમિ છે. એટલે કર્મનો નાશ થઈ શકે તેવું માનવદેહનું પ્રદાન છે. પરંતુ જો માનવને ઉત્તમતા સ્પર્શે નહિ તો તે પાછો નીચેનાં સ્થાનોમાં જાય છે. માટે ગીતાર્થજનો માનવના દેહમાં રહેલી કર્મો કરવાની અને કર્મોને નાશ
સમાધિશતક
૨૮૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only