________________
લક્ષ્યની સિદ્ધિ માટે વિશેષ શુદ્ધિ કરતો જાય છે. જોકે ગૃહસ્થપણે હોવા છતાં બાહ્ય વ્યવહારો અને નિમિત્તો છે, પરંતુ તેની અંતરથી માંગ નથી. તેની દૃષ્ટિ તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રત્યે છે. તેથી આત્મવિશુદ્ધિના પંથે આગળ ધપતો જાય છે. વળી વૈરાગ્યના બળે સર્વસંગ પરિત્યાગ કર્યા વગર તે રહી શકતો નથી. આ પ્રમાણે અંતરાત્મપણે વિકાસપંથે આગળ વધે છે. આ અવસ્થા જઘન્ય અંતરાત્માની છે. ચોથાથી બારમા ગુણસ્થાનકનાં સોપાન તે વણથંભ્યો ચડી જાય છે.
અંતરાત્માની ભૂમિકા સ્વાધીન છે. કર્મના ઉદય છતાં તેમાં સુધારો કરે છે અને સ્વરૂપે સન્મુખ ટકવા માટે આરાધનાની સહાય લે છે. દેહ સાધનાનું બાહ્ય સાધન હોવાથી સાધક મમત્વ રહિત દેહને યોગ્ય જરૂરિયાત આહાર, વસ્ત્ર, ઔષધિ આપે છે. છતાં તે પોતાની સ્વાભાવિક શુદ્ધતાનો બોધ પામેલો છે અને વર્તમાન અવસ્થામાં રહેલી અશુદ્ધિને પણ જાણે છે; શુદ્ધતાનો સ્વીકાર કરી અશુદ્ધતાને ટાળવા તે પ્રયત્નશીલ છે. તે જાણે છે કે મારાં કરેલાં કર્મોને હું ભોગવું છું. પણ મારે પુનઃ બંધાવું નથી, કારણ કે કર્મકૃત ભાવો મારું સ્વરૂપ નથી. હું તે સર્વથી ભિન્ન છું.
બુદ્ધિનું કામ શરીરાદિને જોઈને તેમાં સુખ મેળવવાનું છે. પરંતુ પ્રજ્ઞા વડે જોતાં આત્મા છે તેવો જણાય છે, એવું જ્ઞાન અંતરાત્માને હોય છે, પરમાત્માના ગુણ પ્રત્યે પ્રીતિ, પોતાના દોષ પ્રત્યે જાગૃતિ અંતરાત્માને હોય છે. એથી લક્ષ્યમાં પરમાત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે, જેથી દોષદષ્ટિ ટળે છે, જીવ લઘુકર્મી થઈ અંતરાત્મપણું પામે છે, તે સમ્યગ્દષ્ટિ અવિરત કે દેશવિરત હોય છે.
સુખ અને આનંદને સ્વક્ષેત્રે સ્વલક્ષ્યથી શોધે અને અનુભવે તે અંતરાત્મા છે. તે સંસારના સુખમાં તુચ્છતા જુએ છે. દુઃખથી મુક્ત થવા માટે સ્વસમ્મુખ થાય છે. દુઃખમાંથી જન્મનાર અને દુ:ખમાં જ અંત પામનાર સુખને તેઓ સુખ માનતા નથી. પ્રજ્ઞા જ્ઞાનસ્વરૂપ છે, અને શુભાશુભભાવથી સુખદુઃખ ઉભયની લાગણી ઊઠે છે, તે વિરૂપ છે. અંતરાત્મા તે ભેદને જાણે છે. અને તેનાથી ભિન્ન એવા
૨૮૮ Jain Education International
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
For Private & Personal Use Only