________________
દર્દની પીડામાં ખાખ થઈ ગઈ.
. જગતનાં આવાં વિચિત્ર દૃશ્યો અને સંયોગોમાં પ્રબુદ્ધાત્મા ચિતવે છે કે આ સારવર્જિત સંસારથી સર્યું. મારા પોતાના અંતરની ગુફામાં સુખ છે. બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. મોક્ષના સુખ પ્રત્યેની સમ્યગુ સમજથી અને શ્રદ્ધાથી તેમનો અંતરપ્રકાશ ઝળહળતો છે, તેથી બાહ્ય કુતૂહલ શમી ગયું છે. અર્થાત્ બહાર કોઈ સાધનસામગ્રી સુખ આપશે તેવી અપેક્ષારહિત છે. આત્મિક સુખના અનુભવે તે સંતુષ્ટ છે. બહિરાત્મપણું ટળતાં જ્યારે જીવનમાં અંતરાત્મપણું પરિણામ પામે છે ત્યારે તેની વિચારની ચાલ જ બદલાઈ જાય છે. જે દેહાદિમાં તે નિત્ય વગેરે બુદ્ધિ થતી હતી તે હવે વિચારે છે કે શરીર સંયોગોથી ઉત્પન્ન થતું હોવાથી આદિવાળું છે માટે અંતવાળું છે, છતાં જીવને તેના પ્રત્યે મમતા અને અહંતા વર્તે છે, ત્યાં સુધી તે આત્માના વૈભવનો કે સ્વરૂપનો અંશમાત્ર સભાવ થતો નથી કે આત્મા જ અનાદિ છે, અનંત છે અને અરૂપી હોવાથી શુદ્ધ છે, નિત્ય છે. પરંતુ હવે દશા અને દિશા બદલાઈ જવાથી તેને આત્મ પ્રત્યે પ્રેમનો સદૂભાવ થાય છે. આત્મા પ્રત્યેના સદૂભાવથી સ્વભાવ પ્રગટે છે, સ્વભાવમાં રહે તો પરભાવ કંઈ જીવને આમંત્રણ આપતો નથી. સ્વભાવ પ્રગટ થાય ત્યારે જીવનાં પુણ્ય પણ પ્રગટે છે. સર્વોચ્ચ પદ સુધીની પ્રાપ્તિ સ્વભાવને આધારે છે. પરભાવ વધે દુઃખ વધે અને તુચ્છકાર પામે માટે સ્વભાવમાં રહેવું સુખદાયક છે.
ન ગાનિત્તિ શરીરાશિ, સુવાચવુદ્ધયઃ | निग्रहाऽनुग्रहधियं, तथाप्यत्रैव कुर्वते ॥६१॥ તન સુખ-દુઃખ જાણે નહીં, તથાપિ એ તનમાંય, નિગ્રહ ને અનુગ્રહ તણી, બુદ્ધિ અબુધને થાય. ૬૧
અર્થ : શરીરાદિ સુખદુઃખ જાણતા નથી. તો પણ અજ્ઞાની તેમાં નિગ્રહ-અનુગ્રહ-બુદ્ધિ કરે છે.
શરીર સુખદુઃખ જાણતાં નથી તેનો કદાચ તને વિશ્વાસ બેસતો ન હોય તો એક પ્રયોગ વિચારી જોજે કે કોઈ સ્વજનનો પ્રાણ
સમાધિશતક
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org