________________
નીકળી ગયા પછી દેહ તો જેવો છે તેવો પડ્યો હોય છે. તેને જે ભોજન પૂર્વે ગમતાં હતાં તે પદાર્થો તેની સામે મૂકી જુઓ, તેને મનગમતાં વસ્ત્રો તેના શરીર પર મૂકી જુઓ, સુંદર ગીતોના સ્વર-તાર છેડો, એ શબને એમાંથી શું ગમશે ? શું ખાશે ? તું પોતે જ વિચારી જો. અરે ! અગ્નિસંસ્કાર આપે ત્યારે શબ બળી જાય તો પણ મુખમાંથી એક ચિત્કાર ન કાઢે.
શું કારણ છે આનું? સમજાયું ?
ભાઈ ! શરીરને કંઈ સુખદુ:ખ નથી. તું ખોટી પીડામાં પડ્યો છું. શરીરને નહિ સાચવું તો દુઃખી થશે. સાચવીશ તો સુખી થશે અને તેથી તેને દુ:ખ પડે તેવા સંયોગોમાં કંઈ નિગ્રહનો વિચાર ઊઠે છે. અર્થાત્ શરીરને ગરમી ન લાગે તેવો નિગ્રહ કરે છે. અને ઠંડક પહોંચાડવાનો અનુગ્રહ કરે છે. પણ સમય આવે તારી આ બુદ્ધિ એને કંઈ કામ લાગતી નથી. તેને તો અગ્નિની અર્પણતા કરવી પડે છે.
આ કાયાનું પિંજર પ્રાણપંખેરું ઊડી ગયા પછી શબ થઈને રહે છે, અને જીવ વિચાર કરે છે કે અરે, જીવનભર ભેળા રહ્યા અને હવે આ શું થયું ? કાયા જણાવે છે કે ભાઈ ! હું તો જડ, તું ચેતન - લક્ષણે જુદા હતા. એક ક્ષેત્રમાં રહ્યા એટલે તને ભ્રમ પેદા થયો કે આપણે એક જ છીએ. અને તેથી તે અનુગ્રહ કરીને, પ્રેમ કરીને હીર-ચીર પહેરાવ્યાં. મેવા-મીઠાઈ જમાડ્યાં. પણ આ પુદ્ગલ તો અગ્નિસંસ્કારે રાખ થવાનું અને અમારે માટીના પૂતળાને માટીમાં મળી જવાનો કંઈ અફસોસ નહિ. આમ છતાં અજ્ઞાની એવો દેહાભિલાષી કંઈ બોધ પામતો નથી.
स्वबुद्धया यावद् गृह्णीयात्कायवाक्चेतसां त्रयम् । संसारस्तावदेतेषां, भेदाभ्यासे तुं निवृत्तिः ॥६२॥ જ્યાં લગી મન-વચન-કાયાને આતમરૂપ મનાય,
ત્યાં લગી છે સંસાર ને ભેદથકી શિવ થાય. ૬૨ અર્થ ? જીવ જ્યાં સુધી મન-વચન-કાયાના યોગને સ્વાત્મબુદ્ધિએ
૧૬૪
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org