________________
ગ્રહણ કરે છે ત્યાં સુધી સંસાર છે. અને તે મન-વચન-કાયાના યોગથી નિવૃત્તિ કરે છે ત્યારે મુક્તિ છે.
મન-વચન-કાયા એ પૌલિક છે. તે આત્મફુરણા વડે સક્રિય બને છે, ત્યારે યોગ કહેવાય છે. એ ત્રિયોગની પ્રવૃત્તિથી આત્મપ્રદેશો કંપાયમાન થવાથી જીવને કર્મવર્ગણાનો સંબંધ થાય છે. એ કર્મસંબંધ એ જીવનો સંસાર છે.
આ મન-વચન-કાયાના યોગ તેરમા ગુણસ્થાનક સુધી જીવ સાથે સંયોગ ધરાવે છે. પરંતુ તે અવસ્થામાં ઉપયોગ શુદ્ધ હોવાથી આ યોગથી ઈર્યાપથક્રિયા હોય છે, જે સમયવર્તી છે. અઘાતી કર્મનો યોગ હોય છે, પરંતુ તેથી નવું બંધન ઉત્પન્ન થતું નથી. આવેલો ઉદય નિર્જરી જાય છે. વળી જ્યારે આયુષ્ય પૂર્ણ થવાનું હોય ત્યારે એ કેવળી ભગવંતો આ ત્રણે યોગોનો નિરોધ કરી નિર્વાણ પામે છે.'
સંસારી જીવ આ ત્રણે યોગ સાથે ઘણું એકત્વ ધરાવે છે. મનથી કેટલાય ઘાટ ઘડે છે અને છોડે છે. કેટલીય વિદ્યાઓમાં પારંગત થાય છે. કેટલાંયે શાસ્ત્રોના પાઠ ધારણ કરે છે. કેટલાંય ભાષણો કરી પંકાય છે. શરીર માટે તો કેટલાય શણગાર સજે છે, એ સર્વમાં આત્મબુદ્ધિએ એકાકાર થયેલો તે સંસારનું બંધન કરે છે.
યોગ તો તેરમા ગુણસ્થાન સુધી રહે છે. પણ જેને આત્મજ્ઞાન છે તેને તો આ જગતનાં દ્રવ્યોનું અને તેના ગુણપર્યાયોનું જ્ઞાન છે. પર્યાય પ્રત્યેની દૃષ્ટિને હટાવી તે જ્ઞાની દ્રવ્યનો બોધ પામે છે. વિભાવથી ભેદજ્ઞાન વડે ભિન્ન જાણી દ્રવ્યદૃષ્ટિમાં દઢ રહે છે. એ ભેદજ્ઞાન વડે તે સર્વ કર્મોથી, યોગોથી આત્માને ભિન્ન માને છે. નિરંતર તેનો પ્રયોગ કરી વિભાવજનિત અજ્ઞાનનો નાશ થતાં તે મુક્ત થાય છે. સયોગી કેવળી યોગનો નિરોધ કરી સર્વથા મુક્ત થાય છે. કારણ કે યોગ પણ સ્વરૂપજનિત નથી પણ સંયોગ છે. આયુષ્ય પૂર્ણ થતાં દેહાદિક સર્વ અવસ્થાઓ સમાપ્ત થાય છે.
જબલી પ્રાણી નિજમતે, ગ્રહે વચન-મન-કાય.' તબલોં હૈ સંસાર સ્થિર, ભેદજ્ઞાન મિટિ જાય. છંદ-૫૪
સમાધિશતક
૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org